ETV Bharat / state

બાળકી સાથે દુષ્કર્મ કેસમાં વલસાડ પોલીસની ઐતિહાસિક કામગીરી : 9 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી - Umargam girl rape case - UMARGAM GIRL RAPE CASE

કોલકત્તામાં ડોક્ટર સાથે દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના બાદ જ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 27 ઓગસ્ટના રોજ ત્રણ વર્ષીય બાળકી સાથે પાડોશીએ દુષ્કૃત્ય આચાર્ય હતું. જોકે આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો, એટલું જ નહીં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે વલસાડ પોલીસે ઐતિહાસિક કામગીરી કરી છે.

વલસાડ પોલીસની ઐતિહાસિક કામગીરી
વલસાડ પોલીસની ઐતિહાસિક કામગીરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2024, 7:48 AM IST

વલસાડ : ગત 27 ઓગસ્ટના રોજ ઉમરગામમાં ત્રણ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ મામલે પોલીસે પ્રથમ ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી પાડ્યો હતો. બાદમાં માત્ર નવ દિવસમાં આરોપી વિરુદ્ધ 470 પાનાની ચાર્જસીટ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં દાખલ કરી છે, જે અંગેની નોંધ ગુજરાતના ગૃહ મંત્રી સહિત અનેક લોકોએ લીધી અને પોલીસની કામગીરીને બિરદાવી છે. જાણો સમગ્ર વિગત...

બાળકી સાથે દુષ્કર્મ કેસમાં વલસાડ પોલીસની ઐતિહાસિક કામગીરી (ETV Bharat Gujarat)

શું હતી ઘટના ? ગત 27 ઓગસ્ટના રોજ ઉમરગામના એક વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની ત્રણ વર્ષની દીકરી સાથે પાડોશીએ દુષ્કૃત્ય આચાર્ય અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગેની જાણ દીકરીએ તેના માતા પિતાને કરતા પરિવારજનોએ તુરંત જ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા વહેલી સવારે જિલ્લા પોલીસ વડા પણ પહોંચી ગયા અને પોલીસ મથકમાં પરિવારની ફરિયાદ લઈ આરોપીને શોધખોળ શરૂ કરી હતી.

ગણતરીના કલાકમાં ઝડપાયો આરોપી : વહેલી સવારે વલસાડ જિલ્લા DSP ને ઘટના અંગે જાણ થતા તેઓ ઉમરગામ પોલીસ મથકે પહોંચ્યા અને વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ઉમરગામ પોલીસની ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી હતી. આરોપી મૂળ ઝારખંડનો રહેવાસી હોવાથી પોતાના નિવાસ્થાને ફરાર ન થઈ જાય તે માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને CCTVની મદદથી તપાસ કરતા તે મુંબઈ તરફ ફરાર થતો દેખાયો હતો. જેને પકડવા માટે પોલીસની ટીમ રવાના થઈ અને માત્ર એક જ કલાકની તપાસ બાદ આરોપીને પાલઘર નજીક ચાલુ ટ્રેનમાંથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

9 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી : ઘટનાની ગંભીરતા જોતા ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સમગ્ર મામલે તપાસમાં કોઈ કચાસ ન રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. સમગ્ર બાબતે તપાસ વાપીના DySP દવે અને તેમની ટીમને આપવામાં આવી હતી. જે બાદ DySP અને તેમની ટીમ દ્વારા માત્ર નવ દિવસમાં 470 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.

વલસાડ પોલીસની ઐતિહાસિક કામગીરી : 9 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી (ETV Bharat Gujarat)

470 પાનાની ચાર્જશીટ : ઉમરગામ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં તપાસ અધિકારી DySP દવે દ્વારા રજૂ કરવામાં આવેલી 470 પાનાની ચાર્જ સીટમાં ફોરેન્સિક પંચનામું, આરોપીના કપડા અને મોબાઈલનું પંચનામું, કન્સ્ટ્રક્શન ઘટનાનું પંચનામું, સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ડેટાની ફોરેન્સિક તપાસ તેમજ પીડિતાની મેડિકલ તપાસ રિપોર્ટ, આરોપીના મેડીકલ તપાસનો રિપોર્ટ સહિતની તમામ વિગતો માત્ર નવ દિવસમાં પંચનામાના 470 પાનામાં રજૂ કરવામાં આવી છે.

પીડિતાને વળતર ચૂકવવા આદેશ : સમગ્ર ઘટનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ઘટનાના દિન પાંચમાં વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત વચગાળાની સહાય 25% એટલે કે, 2.65 લાખ રૂપિયા આપવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ સહાય ભોગ બનેલી બાળકીના પરિવારને માતા-પિતાને મળશે.

તપાસકર્તા પોલીસ ટીમ : ઉમરગામ દુષ્કર્મ કેસમાં માત્ર નવ દિવસની અંદર 470 પાનાની ચાર્જશીટ રજૂ કરવા માટે કામ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં વાપી DySP બી. એન. દવે, ઉમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ડી. ચૌધરી, ઉમરગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્મિતા વસાવા, ASI વાસુદેવ સાહેબ રાવ, ASI સુરેન્દ્ર શામરાવ, ASI પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ, અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ ભુપતભાઈ ચીકાભાઈ દ્વારા માત્ર નવ દિવસમાં વિવિધ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયા છે.

DG તરીકે અનિલ ત્રિપાઠીની નિમણૂંક : ઉપરોક્ત કેસમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં સરકારી વકીલ તરીકે વલસાડ જિલ્લા ડીજી અનિલ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસમાં સતત સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થશે.

  1. ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસ, આરોપી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર
  2. ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને પોલીસે દબોચ્યો - Valsad Crime

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.