જૂનાગઢઃ યુવાન હૈયાઓ માટે તો વેલેન્ટાઈન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનું પર્વ. આખુ વર્ષ જુવાનિયાઓ આ દિવસની આતૂરતાપૂર્વક રાહ જૂએ છે. આ દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાની પ્રીતિપાત્ર વ્યક્તિને ગુલાબનું ફૂલ આપી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. આવી ઉજવણી જૂનાગઢમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી થતી જોવા મળે છે. આ વર્ષે ગત વર્ષોની સરખામણીમાં ફુલોના વેપારીઓએ ફુલોનો સારો એવો સ્ટોક કર્યો છે. ખાસ કરીને ગુલાબના ફુલોનો મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો છે.
મહારાષ્ટ્રથી લવાય છે ગુલાબઃ વેલેન્ટાઈન ડે નિમિત્તે ઈંગ્લિશ ગુલાબની વિશેષ માંગ જોવા મળે છે. આ દિવસે ઈંગ્લિશ ગુલાબની ખરીદી માટે ગ્રાહકો પણ ખૂબ જ પડાપડી કરે છે. તેથી જૂનાગઢમાં ફુલોના વેપારીઓ મુખ્યત્વે પુના અને મુંબઈથી ઈંગ્લિશ ગુલાબ ખાસ વેલેન્ટાઈન દિવસના પર્વને ધ્યાને રાખીને મંગાવે છે. દર વર્ષે ઈંગ્લિશ ગુલાબના પ્રતિ એક નંગની કિંમતમાં 20 થી લઈને 30 ટકા સુધીનો વધારો પણ જોવા મળે છે. જો કે આ ભાવ વધારો યુવા હૈયાઓની પ્રેમની અભિવ્યક્તિના આડે આવતો નથી. આ વર્ષે લાલ અને અન્ય રંગબેરંગી ગુલાબો પ્રતિ એક નંગના 30થી 40 રૂપિયા સુધીના બજાર ભાવો પર વેચાઈ રહ્યા છે.
પાછલા વર્ષોની સરખામણી છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં વેલેન્ટાઈન ડે પર રંગબેરંગી ગુલાબની ખરીદી યુવાન લોકોમાં વિશેષ જોવા મળી રહી છે. જેને ધ્યાને રાખીને તેઓ ખાસ મુંબઈ અને પુનાથી વેલેન્ટાઈન ડે માટે અમે ગુલાબ મંગાવ્યા છે. વેલેન્ટાઈન ડેના દિવસે ફુલોના વેપારીઓને સારો એવો વેપાર થાય છે...કમલેશ માળી (ફૂલોના વેપારી, જૂનાગઢ)