ETV Bharat / state

વડોદરા સ્ટીલ રેલ બ્રિજની આ છે ખાસીયત, હવે બે કલાકથી ઓછા સમયમાં થશે મુસાફરી, સ્પીડ 320 કિમી/કલાક રહેશે - VADODARA HIGH SPEED RAIL PROJECT

વડોદરામાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને 60 મીટર લાંબો સ્ટીલ રેલ બ્રિજના બંધકામનું કામ પૂર્ણ કરી દીધું છે.

હવે બે કલાકથી ઓછા સમયમાં થશે આ કોરિડોરમાં મુસાફરી
હવે બે કલાકથી ઓછા સમયમાં થશે આ કોરિડોરમાં મુસાફરી (ANI)
author img

By ANI

Published : Oct 24, 2024, 5:16 PM IST

Updated : Oct 24, 2024, 6:39 PM IST

વડોદરા: ભારતના 'મેક ઇન ઈન્ડિયા' ચળવળને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને વડોદરામાં 60 મીટર લાંબો સ્ટીલ રેલ બ્રિજના બંધકામનું કામ પૂર્ણ કરી દીધું છે. આ 60 મીટર લાંબો બ્રિજ પશ્ચિમ રેલવેના બાજવા-છાયાપુરી લાઇન કે જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલવે કોરિડોરનો ભાગ છે તેના પર બનાવવામાં આવ્યો છે. જેના બાંધકામની કામગીરી ઓકટોબર 22ના રોજ પૂર્ણ થઈ છે. તમને જણાવી દઈએ કે, MAHSR કોરિડોર માટે આયોજિત કરેલ 28 સ્ટીલ બ્રિજનો આ પાંચમો સ્ટીલ બ્રિજ છે.

આ છે ખાસિયતોઃ આ સ્ટીલ બ્રિજ 12.5 મીટર ઊંચાઈ, 14.7 મીટર પહોળાઈ તેમજ લગભગ 645 મેટ્રિક ટન જેટલું વજન ધરાવે છે. આ બ્રિજનું મેન્યુફેક્ચરિંગનું કામ કચ્છના ભચાઉ શહેરમાં થયું હતું, ત્યારબાદ તેને જેતે જગ્યા પર લગાડવા માટે ખસેડવામાં આવ્યું હતું.

બ્રિજ એસેમ્બલી C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ સાથે લગભગ 25659 ટોર-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 100 વર્ષની આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે.

એક નિવેદન અનુસાર બ્રિજના અસ્થાયી સ્ટ્રક્ચરને જમીન પર બાંધવામાં આવ્યા બાદ બ્રિજને 23.5 મીટરની ઊંચાઈએ બાંધવામાં આવ્યો હતો અને પછી તેને થાંભલાની 21 મીટરની ઊંચાઈથી ઉપર ઉઠાવવામાં આવ્યો હતો.

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, 'બ્રિજને ઓટોમેટિક મશીનના 2 સેમી ઓટોમેટિક જેક કે જે 250 ટનની કેપેસિટી ધરાવે છે તેમના દ્વારા ઉપડવામાં આવ્યો હતો જે અંતર્ગત MAC-એલોય બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

સરકાર તરફથી મળતા એક નિવેદન અનુસાર, "આ પ્રોજેક્ટને સલામતી અને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખીને સાવચેતીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જાપાનીઝ કુશળતાનો લાભ લઈને, ભારત 'મેક ઇન ઈન્ડિયા' પહેલ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પોતાના તકનીકી અને ભૌતિક સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. "

nhsrcના જણાવ્યા અનુસાર, આ રેલ કોરિડોરની સંપૂર્ણ મુસાફરી 2 થી ઓછા કલાકમાં પૂર્ણ થશે, જેમાં ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક રહેશે.

ઉપરાંત, આ કોરિડોરમાં પીક અવર્સમાં 20 મિનિટ અને નોન-પીક અવર્સમાં 30 મિનિટની ફ્રીક્વન્સી સાથે દરરોજ 35 ટ્રેનો કાર્યરત થશે. આ કોરિડોરનું કંટ્રોલ રૂમ સાબરમતીએ ગોઠવવામાં આવ્યું છે.

(અહેવાલઃ ANI)

આ પણ વાંચો:

  1. આગ્રાથી મુંબઈ-બેંગલુરુ અને હૈદરાબાદની હવાઈ ફ્લાઈટનો સમય બદલાયો, સુરત-ગોવા સાથે સીધી કનેક્ટિવિટી થશે
  2. દેશની પ્રથમ પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ સબમરીન 4નું અનાવરણ, સમુદ્રમાં દુશ્મનો પર વિનાશ વેરશે

Last Updated : Oct 24, 2024, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.