વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં બીજા નોરતે મિત્ર સાથે બેઠેલી સગીરા પર ગેંગરેપની ઘટનાથી રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ છે. આ વચ્ચે ગેંગરેપના પાંચેય આરોપી હાલ 4 દિવસના રિમાન્ડ પર હતા. જોકે તેમના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા ગેંગરેપની ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપીઓને પકડી લીધા હતા અને તેમને વડોદરા ગ્રામ્પ પોલીસને સોંપી દીધા હતા.
આરોપી 4 દિવસના રિમાન્ડ પર હતા: પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને પકડી લીધા હતા અને 8 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ બાદ ફરી 10 ઓક્ટોબરે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારે આજે 14 ઓક્ટોબરે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી એકવાર કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારે આરોપીઓની પૂછપરછ દરમિયાન શું વધુ ખુલાસાઓ થયા છે, તે અંગે હજુ કોઈ મોટા ખુલાસાઓ થઈ શકે છે.
શું હતો સમગ્ર બનાવ? નવરાત્રીના બીજા નોરતે ગરબા રમવા માટે ઘરેથી નીકળેલી સગીરા ભાયલી ટી.પી રોડ પર પોતાના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિાયન બે બાઈક પર 5 જેટલા શખ્સો આવ્યા હતા. જેમણે પહેલા સગીરા અને તેના મિત્ર સાથે ઝઘડો કર્યો અને બાદમાં બે બાઈક સવાર ત્યાંથી જતા રહ્યા હતા. બાકીના 3 બાઈક સવારમાંથી એક શખ્સે સગીરાના મિત્રને અટકાવી રાખ્યો અને અન્ય બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ પીડિતાનો ફોન ઝુંટવીને ત્યાંથી ભાગી ગયા હતા.
દુષ્કર્મ બાદ પીડિતાનો ફોન નદીમાં ફેંક્યો: આ બાદ આરોપીઓએ પહેલા ફોનમાંથી સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હતું અને બાદમાં ફોનને પથ્થરથી તોડીને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જે બાદ પોલીસે નદીમાં બોટ ઉતારીને તપાસ કરી હતી જોકે ફોન અને સિમ કાર્ડ મળ્યા નહોતા.
આ પણ વાંચો: