વડોદરા : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે જ્યારે 22 જાન્યુઆરીના રોજ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને કોઈ અજુગતો બનાવ બન્યો ન હતો. પરંતુ સાધલીના એક કોમના 6 વિઘ્ન સંતોષીઓ દ્વારા instagram ઉપર વિવાદિત બાબરી મસ્જિદના ફોટા સાથે ભડકાઉ લખાણ મૂકાવાનો મામલો સામે આવ્યો હતો. જે સંદર્ભે શિનોર પોલીસે આ તમામ 6 આરોપીઓને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
વિવાદિત પોસ્ટ મૂકી : વડોદરા જિલ્લાના સાધલી મુકામે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામની મહાઆરતી કરી અનકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાંજના સુમારે આ વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને બસ સ્ટેન્ડ ઉપર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતાં અને ત્યારે શાંતિપૂર્વક આખો કાર્યક્રમ સંપન્ન થયો હતો. પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓને આ કાર્યક્રમ ખૂંચ્યો હતો. ગામમાં કોમી તણાવ ફેલાય અને હુલ્લડ ફાટી નીકળે તેવા બદ ઇરાદાથી instagram ઉપર બાબરી મસ્જિદનો ફોટો મૂકીને ઉશ્કેરણીજનક લખાણ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતું. જે પોસ્ટ વાયરલ થવાથી ગામમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત મૂક્યો હતો.
22 તારીખે સાધલી ખાતે સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટને લઈને વિવાદ સર્જાયો હતો. ફરિયાદી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શંકરભાઈની ફરિયાદ નોંધી આ 6 ઇસમો ઉપર ઇ.પી.કો કલમ, 153 153 A અને 34 મુજબ કાયદેસર કાર્યવાહી કરી 6 આરોપીઓ ઝડપી પાડ્યા છે, 1- મહંમદ ફયજાન ફિરોજભાઈ રાઠોડ, 2- મહમદ હમઝા ઉસમાનગની ખત્રી ત 3- મહમદ જુનેદ ઈબ્રાહીમ ખાટકી ,4- ઈરફાન મલંગ રાઠોડ ,5 -મોહમ્મદ ફરજાન મયુદ્દીન રાઠોડ અને 6- મહંમદ જુબેર ઈબ્રાહીમ ખાટકી. નોંધનીય છે કે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત બાબરી મસ્જિદનો ચૂકાદો આવી ગયેલ છે, તેવું જાણતા હોવા છતાં પણ આ સંવેદનશીલ મુદ્દાને પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડીની સ્ટોરીમાં ચઢાવી બાબરી મસ્જિદનો ફોટો અપલોડ કરીને વાયરલ કરેલ છે. આ ગુનાની તપાસ સીપીઆઈ મુકેશ પરમાર કરી રહ્યા છે...એ. આર. મહિડા ( સબ ઇન્સપેક્ટર, શિનોર પોલીસ )
સોશિયલ મીડિયા ઉપર તપાસ : 6 આરોપીઓ તારીખ 10 જાન્યુઆરી 2024 ના રોજ સાધલીનો જે ગુનો દાખલ થયો હતો તે ગુનાના સંદર્ભમાં અમુક ચોક્કસ વ્યક્તિઓએ ગામનું વાતાવરણ બગડે તેની કોશિશ કરી હતી. તેથી તમામ સોશિયલ મીડિયા ઉપર પણ તપાસ રાખીને શાંતિ ડહોડવાનો કોઈપણ પ્રયત્ન કરે તો તેની સામે કાયદેસર પગલાં લેવા પોલીસે કડક સૂચના આપી હતી. જેની કાર્યવાહીમાં વિવાદિત પોસ્ટ મુકનારા 6 આરોપીઓ ઝડપાઈ ગયા છે.