નર્મદા: USAના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW/MIA એકાઉન્ટિંગ એજન્સી (DPAA) ના પ્રતિનિધિમંડળના કેવિન ડાલ્ટન, ડૉ. વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.
મહેમાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે: વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ તેની ભવ્યતાના દર્શન કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOUના ગાઈડ હેમ ભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા.
ડેલિગેશને પ્રતિમાના નિર્માણકાર્યની પ્રશંસા કરી: મહેમાનોએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઇ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને વિદેશી મહેમાનોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને અદભુત ગણાવી પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિતના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરતા વિદેશી મહેમાનોએ સુવિધાઓ અને સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી.
આ પણ વાંચો: