ETV Bharat / state

ઉમરપાડા ડબલ મર્ડર કેસ : સુરત AIMIM નેતા ખુર્શીદ સહિત ત્રણ ગુનેગારને જેલમાં ધકેલ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ - Umarpada double murder case

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 7:00 PM IST

ઉમરપાડા તાલુકામાં બનેલ ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા ત્રણ ગુનેગાર જેલમાં ધકેલાયા છે. સુરત AIMIM નેતા સહિત ત્રણ ઇસમોને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જાણો સમગ્ર કેસની વિગત...

ખુર્શીદ સહિત ત્રણ ગુનેગારને જેલમાં ધકેલ્યા
ખુર્શીદ સહિત ત્રણ ગુનેગારને જેલમાં ધકેલ્યા (ETV Bharat Reporter)

સુરત : ઉમરપાડા તાલુકામાં બનેલ ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે. સુરત AIMIM પાર્ટીના નેતા સહિત ત્રણ ઇસમોને પોલીસે કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય ગુનેગારોને સુરત જિલ્લા મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.

ઉમરપાડા ડબલ મર્ડર કેસ : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ ડબલ મર્ડર કેસમાં પોલીસે ઊંડાણ પૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત જિલ્લા LCB પોલીસે ચોક્કસ બાતમીના આધારે હત્યાની સોપારી આપનાર સુરત AIMIM પાર્ટીના નેતા ખુર્શીદ સૈયદ સહિત ત્રણ ઇસમોને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા હતા. પોલીસે ત્રણેય ઇસમોને કોર્ટમાં રજૂ કર્યા હતા. બાદમાં ત્રણેય ગુનેગારોને સુરત જિલ્લા મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.

ઉમરપાડા ડબલ મર્ડર કેસ, જાણો સમગ્ર ઘટનાક્રમ (ETV Bharat Reporter)

પોલીસ તપાસ : આ ગુનાના આરોપી છેલ્લા એક વર્ષથી હત્યા પ્લાન બનાવતા હતા, જેથી અન્ય કોણ કોણ સામેલ છે ? આર્થિક વ્યવહાર કરી રીતે થયેલા, કોની કોની પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ લેવાઈ છે, વધુ ક્યાં હથિયારોનો ઉપયોગ લેવાયો, સામાન્ય રીતે ખાડો ખોદવા માટે ઉપયોગમાં લેવાયેલ ત્રિકમ અને પાવડો ક્યાંથી લાવ્યા, ગુનો કરતા પહેલા કેવી તૈયારી કરી, જેવા અલગ અલગ 25 જેટલા મુદ્દા ટાંકીને કુલ 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

શું હતો સમગ્ર કેસ ? સુરતના ઉમરપાડા તાલુકાના ઊંચવણ ગામે કબ્રસ્તાનમાંથી હત્યા કરી દફનાવેલા 2 મૃતદેહ પોલીસને મળી આવ્યા હતા. તપાસ કરતા મૃતદેહ સુરતના લિંબાયત વિસ્તારના અઝરુદ્દીન અને બિલાલ નામના યુવાનોના હોવાનું સામે આવ્યું હતું. જોકે બંને યુવકોની હત્યા કોણે કરી ? યુવકો ઉમરપાડા કેમ ગયા હતા ? એ પોલીસ માટે કોયડો હતો. જેને લઇને સુરત ગ્રામ્ય DYSP બી. કે વનાર, LCB અને SOG સહિતની ટીમ તપાસમાં લાગી ગઈ હતી. આખરે સુરત જિલ્લા LCB પોલીસ ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને 3 આરોપીની ધરપકડ કરી હતી.

હત્યા માટે આપી સોપારી : 1 વર્ષ પહેલાં સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી નામના વ્યક્તિની બિલાલ ચાંદી નામના વ્યક્તિ સાથે કોઈ બાબતે બબાલ અને મારામારી થઈ હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા અને બિલાલ ચાંદી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જોકે ખુરશીદ તે સમયની મનમાં અદાવત રાખીને ચાલતો હતો. ખુરશીદે પોતાના જમાઈ અસલમ અને તેના ભાઈ અફઝલને બિલાલની હત્યા માટે 16 લાખની સોપારી આપી હતી.

કબરમાં મળ્યા મૃતદેહ : એક દિવસ અફઝલ અને અઝરુદ્દીન બિલાલને લઈ ઉમરપાડા ગયા હતા, જેનો એક સાક્ષી પણ પોલીસને મળી ગયો હતો. બે દિવસ બિલાલ સુધી ઘરે નહિ પહોંચતા તેના ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં બિલાલ ગુમસુદા થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, કબ્રસ્તાનના કેરટેકરને અજુગતું લાગતા ઉમરપાડા પોલીસને જાણ કરી અને કબર ખોદતાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે અફઝલને શોધવાનો પ્રયત્ન કરતા અફઝલ ઘરેથી ગાયબ હતો. પોલીસે અફજલના મોબાઈલના કોલ સીડીઆર કઢાવતા ખુરશીદ સાથેના સંપર્ક બહાર આવ્યા હતા.

મોબાઈલ લોકેશને હત્યાનો ભેદ ખોલ્યો : ખુરશીદની પૂછપરછ માટે અટકાયત કરતા ખુરશીદે હત્યા માટે સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી. હત્યા પહેલા 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા, તેમજ હત્યા કર્યા બાદ વિડીયો કોલ પર અફઝલ મૃતદેહ બતાવતા ખુરશીદ 3.70 લાખ રૂપિયા આપવા માટે ઉમરપાડા ગયો હતો, તે પણ મોબાઈલ ટાવરના લોકેશનમાં પોલીસને મળી આવ્યું હતું. પોલીસે ખુરશીદના જમાઈ અસલમ તેમજ કૌશિક વસાવા નામના ઈસમની ધરપકડ કરી, જે હત્યા કરતા સમયે મદદગારીમાં હતો. આરોપીઓ હત્યા બાદ બંને મૃતદેહ જે કારમાં લાવ્યા, તે અલ્ટો કાર અને એક ક્રેટા કાર પણ પોલીસે કબજે લીધી છે.

એક વણઉકેલાયેલ પ્રશ્ન : હત્યાના દિવસે અફઝલે પોતાના ખંડેર પડેલા જૂના ઘરમાં બિલાલનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું હતું. જોકે બંને મૃતદેહ જોતા હત્યાના સમયમાં 24 કલાક જેટલો સમય ફેર જણાયો હતો. બિલાલની હત્યા સોપારી લીધી હતી. પરંતુ અઝરુદ્દીનની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ માટે તપાસનો વિષય છે. મુખ્ય આરોપી અફઝલ હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે વોન્ટેડ અફઝલ અને પ્રજ્ઞેશ ગામીત પકડાય ત્યારે વધુ અનેક હકીકતો સામે આવે એવી શક્યતા છે.

  1. રેલવે બ્રિજની નીચેથી મૃત નવજાત બાળકી મળી આવી, cctv ફૂટેજના આધારે માતાની ઓળખ થઈ
  2. સુરત ક્રાઈમ બ્રાન્ચે ક્રુડ ઓઈલની ચોરી કરતી આંતર રાજ્યગેંગના બે કુખ્યાત આરોપીઓને ઝડપ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.