ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડ મામલે બે તત્કાલીન PI સસ્પેન્ડ, હાઇકોર્ટમાં SIT રિપોર્ટ રજૂ થાય તે પહેલા કાર્યવાહી - Rajkot Gamezone fire accident

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 10:12 PM IST

રાજકોટ અગ્નિકાંડમાં તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ સમિતિ દ્વારા અધિકારીઓ સહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. SITએ આ સમગ્ર ઘટના મામલે વધુ બે અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરતાં હવે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે બે તત્કાલીન PI સસ્પેન્ડ
રાજકોટ અગ્નિકાંડ મામલે બે તત્કાલીન PI સસ્પેન્ડ (ETV Bharat Reporter)

ગાંધીનગર : રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીનો ભોગ લેવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પીઆઈ વણઝારા અને પીઆઇ ધોળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2021 માં આ બંને પોલીસ ઈન્સપેક્ટર રાજકોટમાં હતા, જેના માટે SITએ બંનેની જવાબદારી ફિક્સ કરી હતી. ગૃહ વિભાગના રિપોર્ટના આધારે DGP વિકાસ સહાયે બંને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

બે PI સસ્પેન્ડ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સત્યશોધક કમિટીના તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ થાય તે પહેલા PI વી. એસ. વણઝારા અને PI જે. વી. ધોળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના આદેશ બાદ બંને પોલીસ અધિકારીઓને ઘરે બેસાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

SIT તપાસના આધારે નિર્ણય : વર્ષ 2021 માં PI વણઝારા અને PI ધોળા લાયસન્સ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. SIT ની તપાસના આધારે બંને અધિકારીઓની બેદરકારી સામે આવતા ગૃહ વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. PI વી. એસ. વણઝારા હાલમાં અમદાવાદ અને PI ધોળા કચ્છમાં ફરજ બજાવે છે. રાજકોટથી જે. વી ધોળાની કચ્છ ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા.

શું હતો સમગ્ર મામલો : રાજકોટમાં નાનામવા રોડ પર TRP ગેમઝોનમાં તારીખ 25 મે 2024 ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા. આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારી એ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ નહોતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદન પણ આપ્યા છે કે, ફાયર એલાર્મ સિસ્ટમ પણ નહોતી.

  1. આવક કરતા વધુ સંપત્તીના મામલામાં ફસાયા રાજકોટના TPO મનસુખ સાગઠિયા, ACBએ નોંધી છે ફરિયાદ
  2. રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયા પાસેથી રુપિયા 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.