ETV Bharat / state

તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો, 2000 જેટલા કલાકારો ભાગ લીધો - KALA MAHA KUMBH IN TAPI

તાપીમાં 2 દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ તાપી દ્વારા કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો
તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2025, 10:29 AM IST

તાપી: લોકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાના ઉદેશ્ય સાથે દર વર્ષની માફક, આ વર્ષે પણ સરકારની સૂચનાથી કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો, તાપી જિલ્લામાં 2 દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ તાપી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 23 જેટલી વિવિધ કૃતિઓમાં જિલ્લાના 2000 થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.

કલાકારોને એક અનોખું પ્લેટફોર્મ: દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શાળામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમને એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે આગામી 2 દિવસ સુધી ચાલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે, જેને લઈ કલાકારોએ સરકારની કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડતી કામગીરીની પ્રશંસા કરી હતી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો (ETV BHARAT GUJARAT)

કલા મહાકુંભ 2 દિવસ સુધી ચાલ્યો: કલા મહાકુંભ દ્વારા અનેક કલાવૃંદોને પ્રોત્સાહન મળ્યું હતું. જેમાં જે વિદ્યાર્થીઓ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવશે. તેને જિલ્લા લેવલે અને રાજ્ય કક્ષા લેવલે તેમની કલા દર્શાવવાની તક મળશે. જિલ્લાના અનેક કલાવૃંદોએ તેમની કલા વડે રાજ્ય કક્ષા એ તાપી જિલ્લાનું નામ રોશન કર્યું. સાથે સાથે કલાવૃંદો દ્વારા તેમનામાં છુપાયેલી કલા અને શિક્ષણ સાથે તેમની કલા પણ બહાર લાવવાનું પ્લેટફોર્મ કલા મહાકુંભથી મળી રહ્યું છે. આ કલા મહોત્સવ 2 દિવસ ચાલ્યો હતો, જેમાં ભારત નાટ્યમ, ચિત્રકલા, નિબંધ લેખન, નાટક્ય સ્પર્ધા જેવી અલગ અલગ કલાઓની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણી પણ હાજર રહ્યા હતા અને કલાપ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો
તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો (ETV BHARAT GUJARAT)
તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો
તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો (ETV BHARAT GUJARAT)
તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો
તાપી જિલ્લામાં 2 દિવસીય કલા મહાકુંભ યોજાયો (ETV BHARAT GUJARAT)

ધારાસભ્યે કલાકારોને શુભેચ્છા પાઠવી: આ બાબતે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણીએ જણાવ્યું કે, આજે તાપી જિલ્લાના કલા મહાકુંભમાં તમામ પ્રકારની કલાઓ રાસ, ગરબા, વકૃત્વ સ્પર્ધા, એની સાથે સાથે દરેક પ્રકારની સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી. કલા મહાકુંભમાં તાપી જિલ્લાના યુવા અધિકારી ગામીત મેડમ સાથે સ્પર્ધાના નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યે કલાકારોને શુભેચ્છા પણ પાઠવી હતી.

આ પણ વાંચો:

  1. ઘોંઘાટ કરતા વાહનો પર ત્રાટકી તાપી પોલીસઃ નશાખોરો સહિત 18 વાહનો ડીટેઈન
  2. તાપીમાં ગરીબ પરિવારની દીકરીઓ માટે 18મો સમુહ લગ્ન, કન્યાદાનમાં આયોજકોએ ખૂબ દાન આપ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.