જૂનાગઢ: પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રાજકોટથી કેટલાક ઈશમોને નશાકારક પદાર્થ લઈને જૂનાગઢના માંગરોળ તરફ આવી રહ્યા છે, તેવી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢના માનખેત્રા નજીક શંકાસ્પદ મોપેડને અટકાવતા તેમાંથી 2 લાખ 39 હજારનું ડ્રગ્સ મળી આવતા પોલીસે ધોરાજીના એક ઈસમ અને મુંબઈની બે યુવતીની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.
23.99 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ ઝડપાયું: છેલ્લા ત્રણ દિવસમાં સતત બીજી વખત જૂનાગઢ જિલ્લામાંથી નશા કારક ડ્રગ્સ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે કેટલાક ઈસમો રાજકોટથી ડ્રગ્સ લઈને જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વેચવા માટે આવી રહ્યા હોવાની વિગતો બાતમીદારો દ્વારા મળતા પોલીસે રાજકોટ તરફથી આવતા માર્ગ પર ખાસ વોચ ગોઠવી હતી. જેમાં મળેલ હકીકત મુજબનું સ્કૂટર જૂનાગઢ જિલ્લાના માનખેતરા નજીક નજરે પડતા પોલીસે મોપેડને રોકીને તપાસ કરતા તેમાંથી 23.99 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ કે જેની બજાર કિંમત 2,39,900 થાય છે તેને પકડી પાડીને એક યુવક અને બે યુવતીની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર મામલાના તાર આંતર રાજ્ય સાથે જોડાઈ શકે: જૂનાગઢ પોલીસે મેફ્રેડોન ડ્રગ સાથે જે વ્યક્તિની અટકાયત કરી છે તે રાજકોટના ધોરાજીના ઇમરાન મતવા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઇમરાન સાથે રહેલી અન્ય બે મહિલાઓ આરિસા શેખ ઉંમર વર્ષ 22 અને તાસીફા ખાન ઉંમર વર્ષ 20 આ બંને મહિલાઓ મુંબઈના મલાડમાં આવેલ બીએમસી કોલોનીમાં રહેતી હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી. જેને લઇને જૂનાગઢમાંથી પકડાયેલા મેફ્રેડોન ડ્રગ્સના તાર મહારાષ્ટ્ર સાથે પણ જોડાઈ શકે છે.
જૂનાગઢ જિલ્લા પોલીસે આપી વિગતો: જૂનાગઢમાંથી મેફ્રેડોન ડ્રગ્સ જપ્ત કરવાની બાબત વિશે જૂનાગઢ જિલ્લા પોલીસે માધ્યમોને વિગતો આપી છે. જે અનુસાર ધોરાજીના ઇમરાન મતવાની સાથે રહેલી અન્ય બે મહિલાઓ કે જે મૂળ મુંબઈના મલાડની વાતની છે, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલામાં ડ્રગ્સના ડીલરો કોણ છે? આ ડ્રગ્સ લઈને માંગરોળમાં કોને આપવામાં આવનાર હતું? ત્રણેય વ્યક્તિઓ રાજકોટથી મોપેડ પર જૂનાગઢ આવી રહ્યા હતા ત્યારે સમગ્ર મામલામાં રાજકોટના કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: