ETV Bharat / state

લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 266 ઉમેદવાર મેદાને, સુરત લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. NDA ગઠબંધન અને INDIA ગઠબંધન પુરજોશથી ચૂંટણી પ્રચારમાં છે. ગુજરાતમાં સોમવારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. લોકસભામાં ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડશે. પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 10:56 AM IST

Updated : Apr 23, 2024, 3:17 PM IST

લોકસભા ચૂંટણી 2024 માટે કુલ 266 ઉમેદવાર મેદાને

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024ને લઈને ગુજરાતમાં 433 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી બાદ 328 ફોર્મ માન્ય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 22 એપ્રિલે 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, એટલે લોકસભા ચૂંટણીમાં 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણી માટે 266 ઉમેદવાર મેદાને : લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા પાંચ વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી માટે ગત 12 એપ્રિલથી 19 એપ્રિલ, 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવારો તથા 37 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. ત્યારબાદ 20 અને 21 એપ્રિલ, 2024 ના રોજ તમામ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય રહ્યા છે.

અમદાવાદ બેઠક પર 18 ઉમેદવાર : સ્ક્રુટીની બાદ આજરોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7-અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતર્યા છે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવાર તથા 136-વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે.

સુરત બેઠકનું પરિણામ સ્પષ્ટ : 24-સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવાર મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવામાં આવતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થશે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે.

લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી 2024

રાજ્યસ્તરનું 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર અંગેનું આખરી ચિત્ર

2024ની લોકસભા ચૂંટણી રાજ્યની 26 પૈકી 25 બેઠકો પર યોજાશે. રાજ્યમાં 12 એપ્રિલથી આરંભાયેલી ઉમેદવારોની નોંધણી પ્રક્રિયા અંતર્ગત કુલ 433 ઉમેદવારીપત્રો નોંધાયા હતા. જે પૈકી કુલ 105 ઉમેદવારીપત્રો માહિતી વિસંગતતા કે અન્ય કારણોસર રદ્દ થયા હતા. કુલ 62 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા હતા. અને આખરી 266 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે. સૌથી વઘુ ઉમેદવારો રાજ્યની અમદાવાદ પૂર્વ બેઠકો પર છે. અમદાવાદ પૂર્વ બેઠક પર કુલ 18 ઉમેદવારો છે, જ્યારે સૌથી ઓછા ઉમેદવાર બારડોલી બેઠક પર છે. બારડોલી બેઠક પર માત્ર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. અનુસૂચિત જનજાતિ સમાજ માટે અનામત એવી બારડોલી બેઠક પર સીધો ચૂંટણી જંગ ભાજપના રિપીટ ઉમેદવાર પ્રભુ વસાવાનો કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રહેશે. જ્યારે અમદાવાદ પૂર્વની સામાન્ય બેઠક પરનો ચૂંટણી જંગ ભાજપના રિપીટ ઉમેદવાર હસમુખ પટેલ અને કોંગ્રેસે ફરીથી લોકસભા ચૂંટણી માટે ઉતારેલ અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ વચ્ચેનો રહેશે.

મહિલા ઉમેદવારો પણ આપશે, પુરુષ પ્રતિસ્પર્ધીને જોરદાર ટક્કર

લોકસભાની 25 બેઠકો પર હવે 19 મહિલા ઉમેદવારો રહ્યાં છે.મહિલા ઉમેદવારોમાં પ્રભાબહેન તાવિયાડ કોંગ્રેસ પક્ષથી દાહોદ બેઠક, ભાવનગર બેઠકથી ભાજપ ઉમેદવાર નીમુબહેન બાંભણિયા, અમરેલી બેઠક પરથી કોંગ્રેસના જેનીબહેન ઠુમ્મર, જામનગર બેઠક પરથી ભાજપના રિપીટ ઉમેદવાર પુનમબહેન માડમ, ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના સોનલબહેન પટેલ, સાબરકાંઠા બેઠક પરથી ભાજપના શોભનાબહેન બારૈયા, તો બનાસકાંઠા બેઠક પર બંને ઉમેદવારો મહિલા છે. જેમાં ગેનીબહેન ઠાકોર કોંગ્રેસથી તો રેખાબહેન ચૌધરી ભાજપથી ચૂંટણી લડે છે.

  1. ગાંધીનગર લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, અમિત શાહ સહિત કુલ 14 ઉમેદવારો વચ્ચે લડાશે ચૂંટણી જંગ
  2. ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ સહિત 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર, 6 ફોર્મ રદ

Last Updated : Apr 23, 2024, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.