ETV Bharat / state

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - RAIN IN AHMEDABAD

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 9:31 PM IST

છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ભારે ઉકળાટ બાદ આજે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Etv Bharat Gujarat)

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે 22 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વહેલી વસારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અંધારપટ છવાયું હતું. જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે વાહન ચાલકોએ પલળવાથી બચવા ઊભા રહેવું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ભારે ઉકળાટ થઈ રહ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ગુજરાતમાં ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આજે (22 ઑગસ્ટ) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

  1. આગામી દિવસોમાં 2થી 8 ઇંચ સુધી પડી શકે છે વરસાદ, કોરા રહેલા અમરેલી અને રાજકોટમાં પણ વરસાદની શક્યતાઃ આગાહીકાર રમણીક વામજા - Rain in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.