જૂનાગઢ: ચૈત્ર સુદ એકમથી લઈને ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવતી હોય છે વિક્રમ સંવતના વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં પણ ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે શારદીય નવરાત્રી અને શાકંભરી નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીમાં કોઈ જાહેર ઉત્સવનું આયોજન થતું નથી પરંતુ નવ દિવસ દરમિયાન જગતજનની માં જગદંબાની આરાધના ઉપાસના અને તેની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ચૈત્ર મહિનાની એકમથી લઈને નોમ સુધી શક્તિ સ્વરૂપમાં જગદંબાના દેવીય સ્થાનકો પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે જેમાં લોકો અનુષ્ઠાનમાં ભાગ લઈને ચૈત્રી નવરાત્રીના સમય દરમિયાન શક્તિ સ્વરૂપા માં જગદંબાની સહાય મળી રહે તે માટે સૌ કોઈ ઉપાસના કરતા હોય છે.
ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ: અખિલ બ્રહ્માંડનું સંચાલન શક્તિ સ્વરૂપા માં જગદંબા કરતી હોય છે તેની ઉપાસનાનું આ પર્વ ચૈત્રી નવરાત્રી આજથી શરૂ થયું છે સામાન્ય રીતે કોઈપણ તહેવાર એક કે બે દિવસના હોય છે પરંતુ વિક્રમ સંવતના હિન્દુ વર્ષમાં આવતા ચારેય નવરાત્રી નવ દિવસની હોય છે જેમાં શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાની આરાધના કરતા હોય છે બિલકુલ તેવી જ રીતે ચૈત્ર મહિનાની એકમથી નોમ સુધી આવતી ચૈત્રી નવરાત્રીમાં માઈ ભક્તો જગતજનની માં જગદંબાની આરાધના પૂજા અને ઉપાસના કરતા હોય છે આમ વર્ષ દરમિયાન 36 દિવસ સુધી 4 નવરાત્રીમાં અલગ અલગ પ્રકારે માં જગદંબાની પૂજા આરાધના અને ઉપાસના થતી હોય છે.
ચૈત્રી નવરાત્રીની પૂજા વિધિ: ચૈત્રી નવરાત્રીમાં જગતજનની માં જગદંબાના ત્રણ સ્વરૂપો ની પૂજા ઉપાસના અને આરાધના મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમાં મહાકાળી મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની પૂજા અને આરાધના ચૈત્રી નવરાત્રીમાં થતી હોય છે પ્રથમ દિવસે જ ઘટ સ્થાપનની સાથે સાત પ્રકારના ધાન્ય ઉગાડીને ઘટ સ્વરૂપે માં જગદંબાની નવ દિવસ સુધી પૂજા થતી હોય છે આ દિવસો દરમિયાન દુર્ગા સપ્તશતી પણ કરાય છે ચૈત્રી નવરાત્રીના આ દિવસો દરમિયાન ઓખાહરણ વાંચવું અને સાંભળવાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે.