ETV Bharat / state

ગાંધીનગરનો આજે 60 મો સ્થાપના દિવસ, ગુજરાતના પાટનગરની જાણો જાણી અજાણી વાતો - Gandhinagar Foundation Day - GANDHINAGAR FOUNDATION DAY

ગાંધીનગરનો 60 મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાના દ્વારા વિવિધ જગ્યાએ સેવાકિય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગરના 60 માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જી.ઈ.બી. કોલોની ગેસ્ટ હાઉસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મેયરે વૃક્ષારોપણ કર્યું અને કેક કાપી તેમજ સૌને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગાંધીનગરનો આજે 60 મો સ્થાપના દિવસ
ગાંધીનગરનો આજે 60 મો સ્થાપના દિવસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 4:33 PM IST

ગાંધીનગરનો આજે 60 મો સ્થાપના દિવસ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગર અને ચંડીગઢએ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન 16 માર્ચ 1960ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ હતી. ઇ.સ. 1971થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.

ગુજરાતના પાટનગર ગાંધીનગરની રચના ચંદીગઢ બાદ પ્લાન્ટ શહેર તરીકે કરવામાં આવી છે. ગાંધીનગરે હરિયાળીની દૃષ્ટિએ એક ખાસ ઓળખ ઊભી કરી છે. ટૂંકા ગાળામાં આ શહેરે એટલું બધું હાંસલ કર્યું છે કે આજે દરેકને તેના પર ગર્વ છે. ગાંધીનગરની સ્થાપનાની વાત કરીએઓ તો 2 ઓગસ્ટ 1965ના રોજ શહેરની આધારશિલા મુકવામાં આવી હતી. ગાંધીનગરની સ્થાપના માટે જ્યાં પહેલી ઈંટ મુકાઈ હતી તે મકાન આજે ગુજરાત વિદ્યુત બોર્ડના ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે.

1965માં બાંધકામ શરૂ થયા બાદ 1 મે, 1970ના રોજ અમદાવાદથી ગાંધીનગરમાં સરકારી ઓફિસો ખસેડવામાં આવી અને પ્રથમ વસાહત પણ શરૂ કરવામાં આવી. પહેલા જ દિવસે પાટનગરમાં 12 હજાર લોકોને સરકારી આવાસ ફાળવવામાં આવ્યા હતા, જેમાં 95 ટકા તો માત્ર સરકારી કર્મચારીઓ જ હતા. શરૂઆતમાં કર્મચારીઓને અહીં રહેવું ગમ્યું નહીં, કારણ કે અહીંયા શહેર જેવી સુવિધાઓ નહોતી. બાદમાં અહીં વસવાટ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. લોકોને તમામ સુવિધા મળી રહે એ માટે દવાખાનું, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઊભા કરાયા હતા.

1971માં તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇના હસ્તે માત્ર એક નાળિયેર વધેરીને સચિવાલયનું કામકાજ શરૂ કરી દેવાયું હતું. શરૂઆતમાં માત્ર સાડા ત્રણ સેક્ટર જ બંધાયેલા હતા. સેક્ટર-16, 17 અને 22નું બાંધકામ થયું હતું. જ્યારે સેક્ટર-23 અડધું બંધાયેલું હતું. માત્ર પાંચ વર્ષમાં જ નવા પાટનગર શરૂ થયું તેનો યશ તત્કાલીન બાંધકામ મંત્રી બાબુભાઇ જશભાઇ પટેલને જાય છે. બાંધકામ મંત્રી હોવાના કારણે તેમણે શહેરમાં સૌપ્રથમ રહેવા પણ આવ્યા હતા.

ભૂતકાળ પર નજર કરીએ તો 1960માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે અમદાવાદને પ્રથમ પાટનગર બનાવાયું હતું, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. તેમના મનમાં વિચાર આવ્યો કે નવનિર્મિત ગુજરાતનું પાટનગર આંધ્રપ્રદેશના સિકંદરાબાદ અને પંજાબના ચંદીગઢ જેવું હોવું જોઈએ. કારણ કે બોમ્બે રાજ્યથી અલગ થયા બાદ મહારાષ્ટ્ર તેના પાટનગર તરીકે ‘મુંબઈ’ જેવા સમૃદ્ધ શહેરને વિકસાવી રહ્યું હતું. ગુજરાતની પાટનગરવિકસાવવા માટે ગુજરાતને 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવરાજ મહેતાએ તમામ પાસાઓ પર ગુજરાતમાં વિવિધ સ્થળોની તપાસ કરી અને પછી ગાંધીનગરને ગુજરાતના નવા પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરથી 36 કિલોમીટર દૂર આવેલા ગાંધીનગરે છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ઘણી પ્રગતિ કરી છે. હવે તે માત્ર પાટનગર નથી પણ શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીનગરમાં વિધાનસભા તેમજ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવાસસ્થાન અને કાર્યાલય તેમજ સરકારી કચેરીઓ આવેલી છે.

13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ગાંધીનગરમાં ઘણી નવી વસ્તુઓનો ઉમેરો કર્યો છે. જેમાં સેન્ટ્રલ વિસ્ટાનો વિકાસ થયો છે. પીએમ મોદીના વિઝનને કારણે મહાત્મા ગાંધી કન્વેશન અને એક્ઝિબેશન કેન્દ્ર પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

15 જુલાઈ, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરને એક નવું રેલ્વે સ્ટેશન ભેટ આપ્યું હતું. દેશનું આ એકમાત્ર રેલવે સ્ટેશન છે, જ્યાં ફાઈવ સ્ટાર હોટલ છે. આ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગુજરાતને મળેલી પહેલી વંદે ભારત ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂ થઈ. 2022 વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ આ સ્ટેશનથી વંદે ભારતને લીલી ઝંડી બતાવીને પોતાના ગૃહ રાજ્યને મોટી ભેટ આપી હતી.

એક સમયે ગાંધીનગરની હરિયાળીની નોંધ સમગ્ર દેશમાં લેવાતી હતી. પરંતુ આજે બહુમાળી ટાવરો ઊભા થતા સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બન્યું છે. જુના બે ત્રણ માળના સરકારી આવશો તોડીને તેના સ્થાને બહુમાળી મકાનો બનવાની શરૂઆત થઈ છે. તેથી ગાંધીનગરમાં ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. ગાંધીનગરમાં સમાવિષ્ટ 18 ગામોમાં આડેધડ બાંધકામો થઈ રહ્યા છે. તેથી વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ સરકારી ચોપડે વૃક્ષોની સંખ્યા વધી છે.

ગાંધીનગરે આજે (બીજી ઓગસ્ટ) 59 વર્ષ પૂર્ણ કરી 60માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વિશેષ સુવિધા હોય તે વાતમાં કોઈ બેમત નથી. તેમ છતા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કનેક્ટિવિટી નથી. છેલ્લા ઘણાં સમયથી અહીં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને આગામી વર્ષમાં મેટ્રો ટ્રેનની ભેટ લોકોને મળશે. તો પીડીપીયુથી ગિફ્ટ સિટી વચ્ચે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પણ અમદાવાદની જેમ બનાવવામાં આવશે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરની જ્યારે સ્થાપના થઈ ત્યારે ઓછા પરિવારો અહીં વસવાટ કરતા હતા. જેના કારણે તે વખતે બીજા માળ સુધી પાણી પહોંચતું હતું. પરંતુ વસ્તી વધારાની સાથે હવે 24 કલાક પાણી મળી રહે તે માટેની યોજના ચાલી રહી છે. આ વર્ષ 24 કલાક પાણીની યોજના લગભગ પૂર્ણ થઇ જશે અને મીટરો લગાવીને લોકોને 24 કલાક પાણી પુરવઠો મળી રહે તેવી સુવિધા શરૂ થઈ જશે.

ગાંધીનગર-અમદાવાદને ટ્વીન સીટી કહેવામાં આવે છે. ન્યૂ ગાંધીનગર અને અમદાવાદ તરફ વિકાસે ગતી પકડી છે, જેના કારણે ગાંધીનગર-અમદાવાદ લગભગ એક જ થઈ ગયું હોય તેમ લાગે છે. ત્યારે ગ્રીન સીટી ગાંધીનગરને મેટ્રો સીટી અમદાવાદને મેટ્રો રેલ પ્રોજેક્ટથી પણ આગામી દિવસોમાં જોડાવામાં આવશે. તેના માટે ટ્રાયલરન પણ પૂર્ણ થઈ ગયો છે તો સિવિલ સંકુલમાં આકાર પામી રહેલા સુપર સ્પેશ્યાલીટી સરકારી હોસ્પિટલનો આગામી વર્ષોમાં પ્રારંભ થશે. તેના કારણે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના દર્દીઓને તેનો ફાયદો થશે. તો ગિફ્ટ સિટીથી પીડીપીયુ વચ્ચે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ તૈયાર થઈ રહ્યો છે. અમદાવાદની જેમ આ પટ્ટામાં રિવરફ્રન્ટ બનાવીને આગામી વર્ષોમાં તેને અમદાવાદ સુધી જોડી દેવાનો પણ પ્લાન છે.

  1. કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરાયું - LANDSLIDE IN KEDARNATH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.