જુનાગઢ: દર વર્ષની 1 જૂને "આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ" તરીકે મનાવવામાં આવે છે. દૂધમાં જોવા મળતા પ્રોટીન કેલ્શિયમ વિટામિન મિનરલ અને આયોડિનની સાથે અનેક પોષક તત્વોના સ્ત્રોત એકમાત્ર દૂધમાં હાજર જોવા મળે છે. જેને કારણે સમગ્ર વિશ્વએ દૂધને એક સંપૂર્ણ આહાર તરીકે સ્વીકાર્યું છે.
આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ : આજે પહેલી જૂન એટલે કે "આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ" છે. FAO દ્વારા લોકોમાં દૂધ પ્રત્યે જાગૃતિ આવે અને પ્રત્યેક વ્યક્તિ તેના આહારમાં દૂધને સામેલ અને જનજાગૃતિનો ફેલાવો થાય તે માટે 2001 ની 1લી, જૂનથી વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દૂધ દિવસની ઉજવણીમાં ભારત નસીબદાર માનવામાં આવે છે, ભારતમાં 26 નવેમ્બરના દિવસે પણ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે. 26 નવેમ્બરના દિવસે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયરનો જન્મદિવસ પણ છે, આથી ભારતમાં 26 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થાય છે. ભારત વર્ષમાં બે દિવસ દુધ દિવસની ઉજવણી કરતો વિશ્વનો એકમાત્ર દેશ હશે જેથી આપણા દેશમાં દૂધનું કેટલું મહત્વ છે તે આ બે પ્રસંગોથી જાણી શકાય છે.
ગાયનું દૂધ સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર: ગાયના દૂધને સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવ્યું છે. ગાયના દૂધમાં વિટામિન, મિનરલ, કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન સહિત અનેક પોષક તત્વો ભરેલા હોય છે, જે અન્ય દુધાળા પ્રાણીઓના દૂધમાં જોવા મળતા નથી ગાયના 300 ml દૂધમાં 350 એમ.જી પ્રોટીન પોષક તત્વો અને આયોડિન ની હાજરી જોવા મળે છે જેને કારણે દુધાળા પશુઓના દૂધમાં ગાયના દૂધને સર્વોત્તમ અને શ્રેષ્ઠ આહાર તરીકે સમગ્ર વિશ્વના લોકોએ સ્વીકાર કર્યો છે ભારત સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આજે પણ જોવા મળે છે વિશ્વના કુલ દૂધ ઉત્પાદન મા ભારત ૨૪ ટકા જેટલો સૌથી વધુ હિસ્સો ધરાવે છે આ સિવાય ભારત માંથી દૂધ અને દૂધની બનાવટો પણ સમગ્ર વિશ્વના દેશોમાં નિકાસ થાય છે આજના દિવસે 6 અબજથી વધુ લોકો દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે જે સમગ્ર વિશ્વને સ્થાનિક રોજગારી પણ આપી રહ્યું છે.
કાયમી સાથે અન્ય દુધાળા પ્રાણીના દૂધનું પણ મહત્વ: ગાયની સાથે દૂધ ઉત્પાદનમાં ભેંસ સમાંતર જોવા મળે છે ભેંસનું દૂધ ઉત્પાદન કુલ દૂધ ઉત્પાદનના 50% જેટલું વિશ્વના દેશોમાં નોંધાયેલું છે. અન્ય દુધાળા પશુના પોષક તત્વોની વાત કરીએ તો ગદર્ભના દૂધમાંથી સૌંદર્ય પ્રસાધન માટે બનાવવામાં આવતો સાબુ આજે પણ ખૂબ જ ડિમાન્ડમાં જોવા મળે છે. આ સિવાય ઊંટના દૂધમાં અન્ય દૂધની સરખામણીએ સૌથી વધુ વિટામીન સી ની હાજરી જોવા મળે છે જેને કારણે ઊંટના દૂધમાંથી માવો પેંડા રબડી જેવા દૂધના અન્ય ઉત્પાદનો પણ લેવામાં આવે છે.