ETV Bharat / state

પોરબંદરમાં ખારવા સમાજના વણોટની નિમણૂક, પવન શિયાળની તિલક વિધિ કરાઈ - Kharwa Samaj Vanot

પોરબંદરમાં ખારવા સમાજના વણોટની પરંપરાગત તિલક વિધિ કરાઈ હતી. ખારવા સમાજ કચ્છથી લઈ મુંબઈ સુધી ફેલાયેલો છે. જાણો વણોટની નિમણુકની પ્રક્રિયા અને કોણ છે ખારવા સમાજના વણોટ...

પવન શિયાળની તિલક વિધિ
પવન શિયાળની તિલક વિધિ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 3:41 PM IST

પોરબંદર : વર્ષો પહેલા દરિયા કિનારે વસતા ખારવા સમાજ ધીમે ધીમે પોરબંદર આવીને સ્થાયી થયા હતા. રજવાડા વખતના પહેલાં ખારવા સમાજમાં જોડે બેસીને વડીલો ન્યાય કરતા હતા. ત્યારબાદ પંચાયત મઢી બની અને પંચાયત મઢીમાં ન્યાય આપતા આજે પણ આ પરંપરા ખારવા સમાજે જાળવી છે. આજે ખારવા સમાજના વણોટ પવન શિયાળની નિમણૂક થતા પરંપરાગત રીતે તિલક વિધિ કરવામાં આવી હતી.

પોરબંદરમાં ખારવા સમાજના વણોટની નિમણૂક (ETV Bharat Reporter)

પરંપરાની શરૂઆત : 10 જુલાઈ 1814 થી આ પરંપરાની શરૂઆત થઈ હતી. ખારવા સમાજમાં પ્રથમ તિલક વિધિ માવાભાઈ વશરામભાઈ ગોહેલ ગોધાવાડાની વાણોટ એટલે કે પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. તેમની તિલક વિધિ પણ કરવામાં આવી હતી. હાલ ખારવા સમાજ પ્રમુખ તરીકે પવનભાઈ શિયાળની વરણી કરવામાં આવી છે.

કેવી રીતે થાય છે વણોટની ચૂંટણી ? ખારવા સમાજ કચ્છથી લઈ મુંબઈ સુધી ફેલાયેલો છે. આમ બહારગામ ખારવા સમાજ તરીકે પસંદગી પામતા પહેલા ચૂંટણી કરવામાં આવે છે અને અલગ અલગ નવ ડાયરા યોજાય છે. ડાયરામાં ન્યાયની પ્રક્રિયા પણ થાય છે. પહેલા દરેક ડાયરામાં બે પટેલ અને એક ટ્રસ્ટીની નિમણૂક થાય છે. નવ ડાયરામાંથી મળી કુલ 27 લોકો સમાજમાં જે સારું કામ કરનાર હોય તેને વણોટ તરીકે પસંદ કરે છે. પવનભાઈ શિયાળની આ ચોથી વખત પસંદગી કરવામાં આવી છે. કુંવારી બાળાઓ દ્વારા તેમની તિલક વિધિ કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે અશ્વિન જુંગીની પસંદગી થઈ છે.

શોભાયાત્રાનું આયોજન : પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન થાય છે. આ શોભાયાત્રામાં રામદેવજીની પાલખી નગરના મુખ્ય રસ્તા ઉપર ફરે છે અને અનેક લોકો તેના દર્શન કરે છે. તે જ દિવસે ખારવા સમાજના વણોટ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શોભાયાત્રામાં લોકોનું અભિવાદન જીલે છે. સમાજ પ્રત્યેના કામને નિષ્ઠાપૂર્વક નિભાવવા તત્પર રહે છે.

ડાયરામાં પરિણીત વ્યક્તિની પસંદગી : ખારવા સમાજના આગેવાને જણાવ્યું કે, ખારવા સમાજમાં અલગ અલગ ડાયરા હોય છે. આ ડાયરામાં ચૂંટાતા આગેવાનો પરણિત હોય છે અને જેઠ માસમાં વહેલી સવારથી આ ડાયરાઓ શરૂ થઈ અને આઠ વાગે પૂર્ણ થતા હોય છે. તેમાં પણ ન્યાયની પ્રક્રિયા થતી હોય છે. સમાજમાં કૌટુંબિક ઝઘડા હોય છે, પતિ પત્ની વચ્ચેના ઝઘડા હોય છે અથવા ભાઈઓ ભાઈઓ વચ્ચેના ઝઘડા હોય છે. તેનું અહીં પરંપરાગત રીતે પંચ પટેલ દ્વારા સમાધાન કરવામાં આવે છે.

  1. પોરબંદર શહેરમાં ફિલ્માંકન થયેલ ફિલ્મ "સમંદર "નો માછીમાર આગેવાનોએ કર્યો વિરોધ
  2. પોરબંદરમાં પ્રભુ શ્રી રામની ભવ્ય નગરયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.