ETV Bharat / state

સાબરડેરી દ્વારા વાર્ષિક દૂધના ભાવ જાહેર, પશુપાલકોએ કર્યો વિરોધ - annual milk price of sabardairy - ANNUAL MILK PRICE OF SABARDAIRY

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો જે અંતર્ગત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરવાની સાથોસાથ 16.50 ટકા વાર્ષિક દૂધ વધારો જાહેર કરાતા મોટાભાગના પશુપાલકોમાં વિરોધ કર્યો હતો.

સાબરડેરી દ્વારા વાર્ષિક દૂધના ભાવ જાહેર
સાબરડેરી દ્વારા વાર્ષિક દૂધના ભાવ જાહેર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 4:16 PM IST

સાબરડેરી દ્વારા વાર્ષિક દૂધના ભાવ જાહેર (Etv Bharat Gujarat)

સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો જે અંતર્ગત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરવાની સાથોસાથ 16.50 ટકા વાર્ષિક દૂધ વધારો જાહેર કરાતા મોટાભાગના પશુપાલકોએ વિરોધ કર્યો હતો. જોકે આગામી સમયમાં આ મામલે ફરી એક વાર બેઠક બોલાવી દૂધનો ભાવ વધારો જાહેર કરવાની સાથે આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી સાબર ડેરીની વાત પહોંચાડવા રજૂઆત કરાઈ છે.

પહેલા તબક્કામાં 258 કરોડ જેટલો ભાવ વધારો: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરી એકમાત્ર આર્થિક સધ્ધરતાનું પરિબળ છે. સાબર ડેરી દ્વારા પહેલા તબક્કામાં 258 કરોડ જેટલો ભાવ વધારો જાહેર કરાયો હતો તેમ જ આજે વધુ 344 કરોડ જાહેર કરાયા હતા. જોકે ગત વર્ષે 610 કરોડ જાહેર કરાયા હતા. ત્યારે આજે આ વર્ષે 602 કરોડ રૂપિયા જાહેર કરાયો છે. જોકે, ગત વર્ષ કરતા ઓછો ભાવ વધારો જાહેર થયા એના પગલે પશુપાલકોએ વિરોધ કર્યો છે. સાથે સાથે આ મામલે આગામી સમયમાં ગાંધીનગર કક્ષા સુધી રજૂઆત કરવાની ચીમકી છે.

610 કરોડ જેટલો દૂધનો ભાવ વધારો: જોકે સાબર ડેરીના પૂર્વ ચેરમેન તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોઈ ખાસ મોટો ફેરફાર થયેલ નથી. છતાં આ વર્ષે દૂધના ભાવ ફેરમાં વધારો કરાયો છે. ગત વર્ષે દૂધના વાર્ષિક કિલો ફેટી 835 ની જગ્યાએ આ વર્ષે 990 રૂપિયા જાહેર કરાયો છે. જેના પગલે પશુપાલકોની માંગને ધ્યાનમાં રાખી 602 કરોડ જેટલો દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. જોકે ગત વર્ષે 610 કરોડ જેટલો દૂધનો ભાવ વધારો અપાયો હતો.

સ્થાનિક પશુપાલકોમાં રોષનું માહોલ સર્જાયો: આ વર્ષે દૂધનો ભાવ વધારો ઘટતા સ્થાનિક પશુપાલકોમાં રોષનું માહોલ સર્જાયો છે. જોકે, સાબર ડેરી મામલે આ વખતે દૂધનો ભાવ વધારો જાહેર કરાયા એના પગલે છેલ્લા કેટલાય સમયથી બાકી રહેલો દૂધનો ભાવ વધારો આગામી 3 તારીખથી તમામ પશુપાલકોના એકાઉન્ટમાં જમા થશે જેના પગલે કેટલાય બાકી રહેલા કામોને પ્રાધાન્ય મળશે. જોકે સાબર ડેરી દ્વારા આપવામાં આવેલો ભાવ વધારવા આગામી સમયમાં પશુપાલકોના જીવન ધોરણમાં કેટલો ફાયદો કરાવે છે. ઍ તો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.