ETV Bharat / state

ડીસાના યુવકનો પ્રેમ અધૂરો રહેતા એસિડ ગટગટાવી આપઘાત કર્યો, આપઘાત કરતા પહેલા વીડિયોમાં જણાવી આપવીતી - Banaskantha crime news - BANASKANTHA CRIME NEWS

ડીસાના યુવકે પ્રેમમાં અંતિમ પગલું ભર્યાની ઘટના સામે આવી છે. યુવકે મોત વ્હાલુ કરતા પહેલા એક વીડિયો સોસ્યલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે પોતાના અંતિમ પગલા પાછળ શું કારણ છે તે જણાવ્યું છે. -Banaskantha crime news

ડિસાના યુવકનો પ્રેમમાં આપઘાત
ડિસાના યુવકનો પ્રેમમાં આપઘાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2024, 4:37 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના યુવકે પ્રેમિકાના વિરહમાં એસિડ ગટગટાવી જીવન ટૂંકાવી દીધુ છે. યુવકે પ્રેમિકા સાથે લગ્ન કર્યા હોઇ અને સગીર હોઈ તેને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. જેના વિરહમાં તેમજ યુવકને સગીરાને ભૂલી જવા બદલ ધમકીઓ આપવામાં આવતી હોવાથી એસિડ ગટગટાવી દીધું હતું. જોકે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એસિડ પીધા પહેલા પ્રેમમાં નિરાશ થયેલ યુવકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જોકે આ વીડિયો અહીં દર્શાવાયો નથી.

ખોટી રીતે સગીરા તરીકે દર્શાવી હોવાનો યુવકનો વીડિયોમાં દાવોઃ ડીસા તાલુકાના ભોયણ ગામે રહેતા ભરત પરથીભાઈ નામના લુહારને પોતાના સમાજની એક સગીરા સાથે આંખ મળી જતા લગ્ન કરવાના ઇરાદે તેને એક વર્ષ અગાઉ ભગાડીને લઈ ગયો હતો. જોકે વીડિયોમાં યુવકનો દાવો છે કે તે પુખ્ત વયની હોવા છતા ખોટી રીતે તેણીને સગીરા હોવાનું દર્શાવાયું હતું. ત્યારબાદ તેણીના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા. જેમાં યુવતી સગીર વયની હોવાનું જોતા તેને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી, જ્યારે યુવકને જેલમાં ધકેલાયો હતો.

સારવાર દરમિયાન યુવકે લીધા અંતિમ શ્વાસઃ ત્યારબાદ તે જામીન પર છુટતા અનેક વખત નારી સંરક્ષણ ગૃહમાં પોતાના પ્રેમને મળવાનો પ્રયાસ કરતો હતો. જોકે તેને સમાજના ચાર વ્યક્તિઓ દ્વારા વારંવાર ધમકીઓ મળતા તેમજ યુવતીને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનું યુવકે પોતાના વીડિયોમાં કહ્યું છે. આખરે કંટાળી ભરત લુહારે મોબાઈલમાં વીડિયો બનાવી પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી. તેમજ પોતાને ધમકી આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી. વીડિયો વાયરલ કર્યા બાદ તેણે એસિડ ગટગટાવી જીવન ટુકાવાનું પ્રયાસ કર્યો હતો. જ્યારે તેને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડ્યો હતા. ત્યાંથી સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરત લુહારે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારા સમાજના જ ચાર લોકો દ્વારા મને અને મારા પ્રેમને મારી નાખવાની ધમકી આપતા હોવાથી તેમજ નારી સરક્ષણ ગૃહમાં દુઃખી થતી હોઇ તેમજ તેના જીવને જોખમ હોઇ તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે. જે બાબતે ડીસા તાલુકા પોલીસે ધમકી આપનાર ચાર વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

  1. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામે આવી ડોકટરની બેદરકારી, તાત્કાલિક અસરથી તપાસ શરૂ - Negligence of civil hospital doctor
  2. લોલીપોપમાંથી નિર્મિત "ચોકલેટી ગણપતિ" : 14 વર્ષથી વેરાવળના યુવક મંડળ દ્વારા અનોખું આયોજન - Ganeshotsav 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.