જામનગર: જિલ્લાની આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપનો ધંધાર્થી પરિવાર સાતમ આઠમના તહેવારમાં બહાર ફરવા ગયો હતો અને પાછળથી તેમના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવી રોકડા 11 લાખની ચોરી કરી હતી. આ અંગેની જાણ થતા ગઈકાલે અજાણ્યા આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે .
પેટ્રોલપંપના ધંધાર્થીને ત્યાં ચોરી થઇ: આ ચોરી કરવામાં કોઈ જાણભેદુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. જામનગર શહેર જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના બનાવો અવારનવાર બનતા હોય છે. ફરિયાદ આધારે પોલીસ દ્વારા ડિટેક્શન પણ કરવામાં આવે છે દરમ્યાન વધુ ચોરીનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી વિગત મુજબ જામનગરના વી માર્ટ પાછળ આવેલ આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપના ધંધાર્થી રમેશ ભગવાનજી કુંડલીયાએ ગઈકાલે સીટી બી ડિવિઝનમાં અજાણ્યા શખ્સે વિરુદ્ધ મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ચોરે રોકડા 11 લાખની ચોરી કરી: પેટ્રોલ પંપના ધંધાર્થી રમેશભાઈ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગોવા ફરવા ગયા હતા અને પાછળથી ચોરે રોકડા 11 લાખની ચોરી કરી હતી. સીટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ચોરને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સીટી બી ડિવિઝનના પી.આઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ રાજ દ્વારા અંગેની તપાસ કરવામાં આવી છે પોલીસે ડોગ સ્કોરવેડ FSLની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં લોક તૂટ્યું નહોતું: સાતમ આઠમના તહેવારમાં પરિવાર ગોવા ફરવા માટે ગયો હતો અને બંધ રહેલા મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં લોક તૂટેલા જોવા મળ્યું નથી. આથી આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. કોઈ ચાવીની મદદથી અથવા મકાનની અંદર જવાના અન્ય કોઈ રસ્તાથી તસ્કરે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને પછી રૂ. 11 લાખની ચોરી કરી અને ફરાર થયો હતો.
આ પણ વાંચો: