ETV Bharat / state

છેલ્લે છેલ્લે ખેલૈયાઓની મજા બગડશે, અમદાવાદ-સુરત સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગના તાજેતરની આગાહી મુજબ ગુજરાતમાં 10થી લઈને 15 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગની વરસાદની આગાહી (Etv Bharat Gujarat)

અમદાવાદ: ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે નવરાત્રિના તહેવારને લઈને ખેલૈયાઓમાં આનંદ અને ઉત્સાહ હતો. પરંતુ હવામાન વિભાગની નવી આગાહીથી વરસાદ છેલ્લે છેલ્લે ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજથી 6 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

10થી 15 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ: હવામાન વિભાગના તાજેતરની આગાહી મુજબ ગુજરાતમાં 10થી લઈને 15 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત તથા કચ્છમાં વાતાવરણમાં કોઈ ફેરફારની સંભાવના નથી. જોકે વરસાદની આ આગાહીથી દક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓની સાથે સાથે ખેડૂતોની પણ ચિંતા વધી છે. વરસાદના કારણે ખેતરમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થઈ શકે છે.

ગુજરાતમાં વરસાદની આગાહીનો નકશો
ગુજરાતમાં વરસાદની આગાહીનો નકશો (IMD Ahmedabad)

કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી? દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ સીઝનમાં રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો? રાજ્યમાં આ ચોમાસાની સીઝન દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના 9 ઓક્ટોબરના ડેટા મુજબ, ચોમાસા સીઝનમાં રાજ્યમાં 137.63 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 184.86 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 114.90 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 132.91 ટકા, સૌરાષ્ટ્રમાં 147.88 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 141.40 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો:

  1. આજથી ચિત્રા નક્ષત્રના પ્રારંભ સાથે ગુજરાતમાં ફરી 5 ઈંચ સુધી વરસાદની આગાહી, શિયાળુ પાક માટે કેવી રહેશે સ્થિતિ?
  2. સમાજના દીકરા-દીકરીઓ મારે નવરાત્રિની સુવિધા: આહીર સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.