મહેસાણા: ઘર આગળનો ઓટલો એટલે કે એક એવી જગ્યા કે જ્યાં અડોશ પડોશના લોકો સાથે કે ઘરના સભ્યો સાથે નિરાંતે બેસીને સુખ દુઃખની વાતો કરી શકાય. આ પ્રથા મોટા ભાગે ગલીઓ વાળા જૂના મહોલ્લા, પોળો, કે પછી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે. જે હાલના શહેરોના બંગલા કે ફ્લેટમાં પ્રથા નાબૂદ થઈ ગઈ છે. ત્યારે અમે તમને આ ઓટલાનો ઈતિહાસ બતાવવા જઈ રહ્યા છીએ જેમાં સદીઓ સુધી ઓટલા પ્રથાને દર સદીના લોકોએ અપનાવી હતી. મહેસાણાના વડનગરમાં ઉત્ખલન દરમ્યાન એવા પુરાવા મળ્યા છે કે, જેમાં સદીઓથી એક ઘર ધ્વસ્ત થયા બાદ બીજી સદીની બીજી પેઢીએ જૂના ઘરની દીવાલ પર બીજું ઘર બનાવી ફરીથી તેની ઉપર ઓટલો બનાવ્યો હોય. વડનગરમાં પુરાતત્વ વિભાગની ઉત્ખલન કામગીરી દરમ્યાન અંદાજે 3જી સદીથી લઈને 11મી સદીના ઓટલા એક જ સ્થાને મળ્યા છે.
800 વર્ષ જૂના પુરાવા: વડનગરમાં 1200 વર્ષ સુધીના સદીઓ પુરાણા પુરાવા મળ્યા છે. જે પુરાવા જોતા અંદાજે 3જી સદીથી લઈને 12 મી સુધી પરંપરાગત ઓટલા જોવા મળ્યા છે કે, જેમાં લોકો ઘર આગળ ઓટલા બનાવતા અને બેસી સુખ દુઃખની વાતો કરતા હશે. વડનગરમાં એક હાઈરેસ્ટ વોલ મળી છે જેની પાસે એક પછીની સદીઓના ઓટલાના પ્રમાણ મળ્યા છે. હાલમાં જે દિવાલ મળી તે 12 મી સદી સુધીની દીવાલ હોવાનું સાબિત થયું છે. જેની બાજુમાં ઓટલા મળ્યા છે, એટલે કે જે વડનગરમાં ઓટલા ટ્રેડીશન આજે ફોલો કરાયું છે.
ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્તખલનની કામગીરી: મહેસાણાના વડનગરમાં અત્યાર સુધી ઉત્ખલન કામગીરી દરમ્યાન વડનગર નો ઇતિહાસ 2700 વર્ષ પુરાણો હોવાનો પુરાવા મળ્યા છે. અગાઉ 2007 થી 2013 સુધી રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં ઉત્ખલન કામગીરી કરાઈ હતી. ત્યાર બાદ 2014 થી 2022 સુધી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્તખલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલમાં પણ કામગીરી સાથે અદ્યતન મ્યુઝિયમ કામગીરી ચાલુ કરવામાં આવી છે.