અમદાવાદ: આરોગ્ય ક્ષેત્રે મોટા મોટા દવાઓ કરતી ગુજરાત સરકારની પોલ જાણે કે વારંવાર ખુલી રહી છે, ટેકનોલોજીના સમયમાં પણ રોગ્યની સુવિધાઓ ગુજરાતમાં જાણે કે, હજુ સુધી પહોંચી જ ન હોય તેવી ઘટના છોટાઉદેપુરમાં સામે આવી. જ્યાં રસ્તા ના અભાવે એક પરપ્રાંતી મહિલાને હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવ ગુમાવવો પડ્યો હતો .આ ઘટનાને ગંભીરતાથી લેતા ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી હતી .
આ અંગેની સુનાવણી દરમિયાન ખંડપીઠે એવી ટકોર કરી હતી કે 'આમારું માથું શરમથી ઝુકી જાય છે જ્યારે અમારે મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ એ આવા સમાચાર વાંચવા પડે છે' ગુજરાત હાઇકોર્ટના મુખ્ય સચિવ પાસેથી આ મામલે ખુલાસો માંગ્યો છે અને અંગે વધુ 17ઓક્ટોબર થશે.
આ ઘટના પર જસ્ટિસ વૈષ્ણવે હિયરિંગ દરમિયાન કહ્યું હતું કે 'અમારા સર આ ખબર થી શરમથી ઝૂકી ગયા છે', હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ સરકાર આવી જગ્યાએ હજુ સુધી રોડ બનાવી શકી નથી આપણે જમ્મુ કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ પણ ગામડાઓને પાંચ વર્ષમાં પણ રોડ નથી આપી શકતા.
આ અંગે એડવોકેટ કે આર કોષ્ટી એ જણાવ્યું કે, 2019ની અંદર મે પિટિશન કરી હતી, જેની અંદર મેડિકલ ફેસીલીટી મોટર પાસે આભાવ છે, ડોક્ટર અને સ્ટાફનો આભાવ છે તેમજ પેરા મેડિકલ સ્ટાફની પણ શોરટેજ છે. એના જ પરિણામે હાલમાં દાહોદ જિલ્લાના એક ગામમાં મેડિકલ સુવિધા ના અભાવે, મેડિકલ સ્ટાફના અભાવે, એમ્બ્યુલન્સ ના આભાવે અને પ્રસ્તુતિ માટેની સગવડ ના અભાવે મહિલાની મોત થયું છે, એની તમામ જવાબદારી ગુજરાત સરકારની છે.
હાઇકોર્ટે કહ્યું છે કે 'મારું માથું થી ઝૂકી ગયું છે તો હવે આ જોવાનું રહે કે આ આસુવિધા ના અભાવે કોઈને આવી ઘટના નો સામનો કરવો ના પડે' અને જે જગ્યાઓ ખાલી છે અને જે કઈ જગ્યાએ આભાવ જોવા મળે છે એને જ સરકારે તાત્કાલિક પૂરું પાડવું જોઈએ. સરકારને આવી ક્ષતિઓ ને પુર્ણ કરવી જોઈએ.