ETV Bharat / state

Tapi: PM મોદીએ વર્ચ્યુઅલી સંવાદ શરૂ કર્યો અને લોકો ભાગ્યા, અધિકારીઓએ ગેટ બંધ કરીને લોકોને પરાણે રોક્યા - ગુજરાત ભાજપ

તાપી જિલ્લાના વ્યારામાં પ્રધાનમંત્રી મોદીનો 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' કાર્યક્રમનો ફિયાસ્કો થયો. પ્રધાનમંત્રી મોદીએ જેવું વર્ચ્યુઅલી લાભાર્થીઓને સંવાદ શરૂ કર્યો અને લોકો મંડપ છોડીને ચાલતી પકડી હતી તેને જોતા અધિકારીઓ પણ મુંઝાયા હતાં અને આખરે કાર્યક્રમ સ્થળના ગેટ બંધ કરી તેમને પરાણે રોકવાની ફરજ પાડવામાં આવી હતી.

વિકસિત ભારત, વિકસિત ગુજરાત' કાર્યક્રમનો ફિયાસ્કો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 11:13 AM IST

Updated : Feb 11, 2024, 11:30 AM IST

તાપી: જિલ્લાના વ્યારા ખાતે 10 ફેબ્રુઆરી, શનિવારના રોજ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત ક્રાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં અલગ-અલગ તાલુકાઓના લોકોને બસમાં બેસાડી લાવવામાં આવ્યા હતા. જોકે, તંત્ર દ્વારા લોકો માટે કોઈ સુવિધા ન હોવાના અભાવે કાર્યક્રમમાં આવેલા લોકોએ ચાલુ કાર્યક્રમમાં પલાયન શરૂ કર્યું હતું.

અધિકારીઓ ગેટ બંધ કરીને લોકોને પરાણે રોકવાનો કર્યો પ્રયાસ

પોલીસે કાર્યક્રમ સ્થળનો ગેટ બંધ કર્યો: વહેલી સવારથી અલગ-અલગ ગામો માંથી લાવવામાં આવેલ લોકોને બપોર સુધી ભુખા-તરસ્યા બેસાડી રાખતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. કામ-કાજ બગડે નહિ તે માટે કાર્યક્રમ શરૂ થયાને થોડી વારમાં લોકોએ ચાલતી પકડતા લેતા અધિકારીઓ અને ચિંતા વધી ગઈ હતી. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતુ અને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળનાં તમામ લોકોને રોકવા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી કાર્યક્રમમા ખાલી ખુરશીઓ ન દેખાય.

PM મોદીએ વર્ચ્યુઅલી સંવાદ શરૂ કર્યો અને લોકો ભાગ્યા

ખુદ ધારાસભ્યે સેવ્યું મૌન: વ્યારાની દક્ષિણાપથ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા આ તાપી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્યને આ કાર્યક્રમ દરમિયાન પલાયન થતાં લોકોના ટોળા બાબતે પ્રશ્ન કરતા તેમણે કોઈપણ જવાબ આપ્યા વગર જ પોતેજ ચુંપ્પી સાંધી પલાયન થઈ ગયાં હતા.

  1. Upleta: ઉપલેટામાં યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનોની નારજગી
  2. Jamnagar News : જામનગરમાં આવાસ લોકાર્પણ પ્રસંગે આવેલા રીવાબા જાડેજાને પૂછાયું પારિવારિક વિખવાદ વિશે અને...

Last Updated : Feb 11, 2024, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.