નર્મદા: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહિ પણ માનવ સર્જિત હોવાનું રિપોર્ટ આવ્યું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી આ પુર ભાજપ પ્રેરિત પૂર હોવાના અક્ષેપ લગાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષગાંઠની ઉજવણી માટે પાણીનો 12 કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરી એક સાથે છોડવામાં આવતા પુર આવ્યું હોવાનો ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે.
નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એન્જિનિયરો દ્વારા તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, પૂરની ઘટના પહેલાં 12 કલાકથી વધુ સમય માટે પાણીનો સંગ્રહ કરી રાખ્યો હતો અને ત્યાર બાદ સંગ્રહ કરેલા પાણીને એક સાથે નર્મદા નદીમાં ઠાલવી દેવામાં આવ્યો હતું જેના કારણે નર્મદા નદીમાં ભયંકર પુરનું નિર્માણ થયું હતું.
ગોપાલ ઇટાલીયાના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીને વ્હાલા થવા માટે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પાણીનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવા માટે એક સાથે લાખો ક્યુસેક પાણી છોડી દેવામાં આવતા ભરૂચ અંકલેશ્વર અને નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી અને ભયંકર પૂર આવ્યું હતું. જેના પગલે લોકોના માલ-સામાન અને પશુધનને ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું. જોકે ભાજપ સરકાર દ્વારા તે સમયે આ પૂર કુદરતી હોવાનું જણાવ્યું હતું.
જોકે નર્મદા કંટ્રોલ બોર્ડના એન્જિનિયરોના રિપોર્ટમાં આ પુર માનવસર્જિત હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા દ્વારા ગુજરાતની ભાજપ સરકાર અને નર્મદા કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલીયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને એ આ અંગે જે પણ દોષિત લોકો છે તેવા લોકોને પ્રથમ કલેક્ટર પાસે જઈને રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ માનવસર્જિત પુરના દોષીતો વિરુદ્ધ કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, ગત વર્ષે 18 સપ્ટેમ્બર 2023ના રોજ ભરૂચ અંકલેશ્વર અને અન્ય નર્મદા નદી કાંઠા વિસ્તારમાં નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નદીના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા હતાં.