ETV Bharat / state

શિયાળામાં માણો બાપુના 12 પ્રકારના વઘારેલા રોટલાનો સ્વાદ ! ભુજમાં અહીં ઉમટે છે સ્વાદના શોખીનો - BHUJ FAMOUS WINTER FOOD

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે ગરમા-ગરમ અને દેશી ખોરાક તરીકે કચ્છના ભુજના હોસ્પિટલ રોડ પર આવેલો બાપુનો વઘારેલો રોટલાનો સ્વાદ લોકોને દાઢે લગાડી રહ્યો છે.

શિયાળામાં માણો બાપુના 12 પ્રકારના વઘારેલો રોટલોનો આનંદ
શિયાળામાં માણો બાપુના 12 પ્રકારના વઘારેલો રોટલોનો આનંદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2024, 7:39 PM IST

કચ્છ: ભુજની ખાણીપીણી બજારમાં મળતા વિવિધ સ્ટ્રીટ ફૂડમાંથી સૌથી અલગ પડતું હોય તો એ છે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલો બાપુનો વઘારેલો રોટલો. શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે દેશી ખોરાક અને શિયાળામાં ગરમી આપતો બાજરાનો રોટલાનો સ્વાદ ફૂડી લોકોને દાઢે લગાડી રહ્યો છે.

શિયાળામાં ગરમાગરમ ચટાકેદાર વઘારેલો રોટલો: ભુજમાં માં ભગવતીના નામે વઘારેલો રોટલો પીરસતા જયદીપસિંહ જાડેજા. કચ્છની પ્રખ્યાત વાનગીઓમાં 365 દિવસ આ બાપુનો વઘારેલો રોટલો મળી રહે છે. સામાન્ય રીતે દરેક રાજ્ય અને જિલ્લામાં સ્થાનિક જુદાં જુદાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હોય છે જેને સોશિયલ મીડિયા પર પણ લાખો વ્યુઝ મળતા હોય છે. તેવામાં ભુજમાં છેલ્લાં 10 વર્ષથી જયદીપસિંહ જાડેજા લોકોને ગરમાગરમ વઘારેલા રોટલાનો ચટાકેદાર સ્વાદ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બાપુએ ક્યારેય ન સંભાળ્યો હોય તેવું ડીહાઇડ્રેડ વઘારેલો રોટલો બનાવી ખાણી પીણીના વ્યવસાયમાં એક નવો આવિષ્કાર પણ કર્યો હતો.

શિયાળામાં માણો બાપુના 12 પ્રકારના વઘારેલો રોટલોનો આનંદ (Etv Bharat Gujarat)

12 પ્રકારના વઘારેલા રોટલા: હાલના આધુનિક યુગમાં યુવાનોમાં વધેલા જંક ફૂડના ક્રેઝને ઓછો કરવા તેમજ દેશી ખોરાક તરીકે બાજરાના રોટલાને વઘારેલા રોટલોના રૂપમાં સ્વાદપ્રિય લોકોને ખવડાવવાની એક પદ્ધતિ આ બાપુએ અપનાવી છે. તેમાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભુજમાં વર્ષ 2014થી વઘારેલો રોટલો બનાવતા જયદીપસિંહ જાડેજાની ખાસિયત છે કે છાસ અથવા દહીં વગર પણ તેઓ વઘારેલો રોટલો બનાવે છે તો સાથે જ 12 પ્રકારના વઘારેલા રોટલા તેઓ બનાવે છે.

વિવિધ સ્ટ્રીટ ફૂડમાંથી સૌથી અલગ બાપુનો વઘારેલો રોટલો
વિવિધ સ્ટ્રીટ ફૂડમાંથી સૌથી અલગ બાપુનો વઘારેલો રોટલો (Etv Bharat Gujarat)

કંઈ રીતે બને છે આ વઘારેલો રોટલો: કચ્છનું દેશી ભાણું જે વસ્તુ વગર અધૂરું છે તેવા બાજરાના રોટલાને વિવિધ મસાલાઓમાં વઘારીને લોકો સમક્ષ લાવી તેમણે વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરી હતી. વઘારેલો રોટલો તવા પર ડુંગળી, કોબીજ, ટામેટા, કેપ્સીકમ અને મકાઈ સાથે રોટલાને માખણમાં વઘારી વિવિધ જાતના મસાલા અને આદુની પેસ્ટ ઉમેરી તીખો ચટપટો વઘારેલો રોટલો તૈયાર કરવામાં આવે છે.

સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક વઘારેલો રોટલો: Etv Bharat સાથે વાતચીત કરતાં જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'લોકોને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક ભોજન મળી રહે તે હેતુસર આ બાજરાના રોટલાને ડુંગળી લસણ સાથે વઘારીને પીરસવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં માત્ર એક પ્રકારનો રેગ્યુલર રોટલો બનાવવામાં આવતો હતો. ત્યાર બાદ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી રોટલો ખાવા આવતા લોકોએ વિવિધ સૂચનો આપ્યા હતા તે મુજબ અવનવા ફ્લેવર્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા. જે અત્યાર સુધી 12 જેટલા ફ્લેવર્સમાં પહોંચ્યું છે.

વિવિધ ફ્લેવર્સમાં ઉપલબ્ધ વઘારેલા રોટલા: વઘારેલા રોટલામાં રેગ્યુલર, છાસ વાળો, દહીં વાળો, ચીઝ વાળો, સ્પેશિયલ વઘારેલો રોટલો, બાપુનો સ્પેશિયલ રોટલો, માં ભગવતી સ્પેશિયલ રોટલો, કઢાઈ સ્પેશિયલ અને મખની સ્પેશિયલ એમ વિવિધ ફ્લેવર્સમાં રોટલો મળી રહે છે. બાપુનું માનવું છે કે શિયાળો શરૂ થઈ ચૂક્યું છે ત્યારે દેશી ખોરાક અને સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમજ સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે બાજરાના રોટલા ખવડાવવામાં આવી રહ્યા છે. જેથી શરીરને ગરમી મળે છે. હજુ આગામી સમયમાં જ્યારે લીલું લસણ બજારમાં આવશે. ત્યારે તે નાખીને પણ વઘારેલો રોટલો બનાવવામાં આવશે.

વઘારેલો બાજરાનો રોટલો
વઘારેલો બાજરાનો રોટલો (Etv Bharat Gujarat)

દરરોજની 125 જેટલી પ્લેટનું વેંચાણ: વિવિધ ફ્લેવર્સ મુજબ આ વઘારેલા રોટલાના ભાવની વાત કરવામાં આવે તો 120 રૂપિયાથી 200 રૂપિયા સુધીમાં આ વઘારેલા રોટલા મળી રહે છે. જેની એક પ્લેટ કોઈ પણ વ્યક્તિ ખાય તો તેનું પેટ આરામથી ભરાઈ જાય છે. તો સાથે જ દરરોજની વેચાણની વાત કરવામાં આવે તો દરરોજ અંદાજિત 125 થી 150 પ્લેટ વઘારેલા રોટલા અહીં વેંચાય છે.

તો તેનો ચટાકેદાર સ્વાદ માણવાની ખૂબ મજા આવે: કેરાથી ભુજ બાપુનો વઘારેલો રોટલો પાર્સલ કરાવવા માટે આવેલા શિવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, 'છેલ્લા ઘણા વર્ષોથી તે બાપુનો વઘારેલો રોટલાનો સ્વાદ માણે છે અને કેરાથી 25 કિલોમીટર દૂર ભુજ આ વઘરેલો રોટલો પાર્સલ લેવા આવે છે. શિયાળામાં તો તેનો ચટાકેદાર સ્વાદ માણવાની ખૂબ મજા આવે છે અને આરોગ્ય માટે પણ સારું છે.'

જયદીપસિંહ જાડેજા
જયદીપસિંહ જાડેજા (Etv Bharat Gujarat)

સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો જોઈને સ્વાદ માણવા આવ્યા: વાગડ વિસ્તારથી સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો જોઈને ભુજમાં બાપુનો વઘારેલો રોટલાનો સ્વાદ માણવા આવેલા ઉત્સવ મારાજે જણાવ્યું હતું કે, 'રિલ્સ જોઈને પ્રથમ વખત આ રોટલો ખાવા ભુજ આવ્યા છીએ અને ખૂબ જ સારો સ્વાદ લાગ્યો એક વખત તો જરૂરથી આ વઘારેલા રોટલાનો સ્વાદ માણવો જોઈએ.'

આ પણ વાંચો:

  1. મોં માં પાણી આવી જાય તેવી મિક્સ ડીશ: ભાવનગર વાસીઓ માણે છે મિક્સ ડીશનો આનંદ! કેવી રીતે બને છે આ ડીશ? જાણો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.