વડોદરા: એક લંપટ ડૉક્ટરે એક નર્સ સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે. જે અંગે વડોદરા ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજારનાર ડોક્ટર સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે. ડોક્ટરે નર્સને લગ્નની લાલચ આપીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની સાથે લગ્ન નહોતા કર્યા. જેથી નર્સે લંપટ ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી.
લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું: દુષ્કર્મનો આરોપી ડોક્ટર અને ભોગ બનનાર નર્સ ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ડોક્ટરે નર્સને લગ્ન કરવાની લાલચ આપીને તેની પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવા માટે ACP દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
બંને અપરિણીત છતાં પ્રેમ જાળમાં ફસાયા: જાણવા મળતી માહિતી મુજબ લગ્નની લાલચ આપીને ડોક્ટરે ભોગ બનનાર યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર પોતે નર્સ હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર નર્સ અને આરોપી ડોક્ટર બંને અપરિણીત છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ: વડોદરા ગોત્રી પોલીસ મથકમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ACP એ.વી. કાટકડ જણાવે છે કે, 3 જુલાઇના રોજ ગોત્રી પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી ડો. ભાવેશ વસાવાની ભોગ બનનાર યુવતિ સાથે સપ્ટેમ્બર 2023માં ઇન્સ્ટાગ્રામથી ઓળખાણ થઇ હતી. અને આરોપી દ્વારા ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે તેની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.