ETV Bharat / state

આજથી આચાર સંહિતા પૂર્ણ, હવે સરકારી જાહેરાતો અને કાર્યક્રમો કરી શકાશે - The code of conduct - THE CODE OF CONDUCT

લોકસભા ચૂંટણી 2024 તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીઓ સંદર્ભે ગુજરાત સહિત દેશમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી. જેને આજથી હટાવી લેવામાં આવી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 8:12 PM IST

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદાન અને મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરિણામ પણ સામે આવી ગયા છે. હવે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાની સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. હવે આજથી દેશભરમાં ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા પૂર્ણ થઈ રહી છે.

82 દિવસ બાદઃ ગાંધીનગર સ્થિતિ ચૂંટણી પંચની ઓફિસ દ્વારા આચાર સંહિતા દૂર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને પરિણામે ગુજરાત સહિત દેશભરમાં અમલમાં આવેલ આચાર સંહિતા લગભગ 82 દિવસ બાદ દૂર થશે. દેશભરમાં લોકસભા ચૂંટણી અને ગુજરાત રાજ્યમાં 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી.

હવે શું કરી શકાય?: લોકસભા, વિધાનસભા કે પછી ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવતી ચૂંટણીમાં મતદાન પૂર્વે, મતદાન દરમિયાન અને પરિણામ સુધી કેટલાક કાર્યો કરી શકાય નહીં. જો કે આચાર સંહિતા હટાવી લેવામાં આવતા પ્રતિબંધિત કાર્યો કરી શકાય છે. જેમાં સરકારી નોકરીઓમાં બદલીઓ, પ્રમોશન સહિતના અનેક નિર્ણય લઈ શકાશે. તેમજ સરકાર દ્વારા નવી જાહેરાતો અને સરકારી કાર્યક્રમોનું આયોજન પણ કરી શકાશે. હવે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાની સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. હવે આજથી દેશભરમાં ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા પૂર્ણ થઈ રહી છે.

  1. રાજ્યના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ કરી શકશે - First Time Voters
  2. Model Code Of Conduct: આદર્શ આચાર સંહિતા શું છે? આજથી આખા દેશમાં લાગૂ થશે, જાણો નિયમો અને શરતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.