ETV Bharat / state

રાજકોટમાં હત્યાની કોશિશ કરનારા આરોપીનું A ડિવિઝન પોલીસ મથકમાં બેભાન થવાથી મોત - Custodial Death

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 6:32 PM IST

રાજકોટ જિલ્લામાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. ત્યારે A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પૂજા કરતા યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા આરોપી ભાવેશ ગોળની પુછપરછ કરતા તેને ઉલ્ટી થતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.Custodial Death

રાજકોટમાં હત્યાની કોશિશ કરનારા આરોપીનું A ડિવિઝન પોલીસ મથકમાં મોત
રાજકોટમાં હત્યાની કોશિશ કરનારા આરોપીનું A ડિવિઝન પોલીસ મથકમાં મોત (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લામાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. જેમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પૂજા કરતા યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર ભાવેશ ગોળની A ડિવિઝન પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન આરોપીને અચાનક ઉલ્ટી થવા લાગતા તેને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત જાહેર થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડી આવ્યા હતા.

હત્યાનો પ્રયાસ કરનાર આરોપીનું મોત: સમગ્ર બનાવની મળતી વિગત મુજબ રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પૂજા કરી રહેલા યુવાન પર ગત 20 ઓગસ્ટના રોજ હત્યાનો પ્રયાસ કરનાર ભાવેશ ગોળની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા પુછપરછ પણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક ભાવેશ ગોળને ઉલ્ટી થતા બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલમાં હાજર ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા રાજકોટ શહેર A ડિવિઝન પોલીસ તેમજ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડી આવ્યા હતા.

આરોપી સામે 2 પોલીસ ફરિયાદ: પોલીસ સ્ટેશનમાં બનેલ કસ્ટોડિયલ ડેથ મામલે હવે આરોપી ભાવેશ ગોળના મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મૃતક ભાવેશ ગોળ સામે હત્યાની કોશિશ અંગે 2 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં એક A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયારે બીજી ફરિયાદ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. મૃતક ભાવેશ ગોળ મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હતો. કસ્ટોડીયલ મોત મામલે ઝોન 2ના DCP જગદીશ બાંગરવા જણાવ્યું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાવેશ ગોળને ઝડપી પાડીને A ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો: શુક્રવારના રોજ ભાવેશ ગોળને આંચકી આવતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કર્યો હતો. આમ, પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થવાના કારણે સમગ્ર મામલાની તપાસ ઝોન 2 DCP જગદીશ બાંગરવા દ્વારા ACP દક્ષિણ બી.જે. ચૌધરીને સોંપવામાં આવી છે. સાથે જ મૃતક ભાવેશનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં તપાસ પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

  1. જામનગરમાં વરસાદના લીધે પાક બળી ગયો, ખેડૂતોએ વળતરની કરી માંગ - flood destroyed crops
  2. ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ: સુરતના લોકોને ખાડારાજમાંથી મુક્તિ મળે માટે લખ્યો પત્ર - letter from MLA Kumar Kanani

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.