ભાવનગર: વ્યાજના વિષચક્રમાં જે ફસાય એનું જીવન વ્યાજખોરો હરામ કરી નાખે છે. વ્યાજ પર વ્યાજ ચડતું જ જાય છે. અંતે ઉઘરાણી કરનારા લોકોના ત્રાસથી પૈસા લેનાર પોતાનો જીવ ટૂંકાવી લેવા મજબૂર બની જાય છે. ભાવનગર શહેરમાં વ્યવસાયમાં યુવકે પોતાના ધંધામાં ભાગીદાર વ્યક્તિને વસ્તુઓ મોકલી હોવા છતા તે પઠાણી ઉઘરાણી કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. જેની ભોગ બનનારના પિતાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મુંબઇના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
SOG પોલીસે મુંબઇથી આરોપી ઝડપી લીધો: ભાવનગર શહેરમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે 1 વર્ષ પહેલા પઠાણી ઉઘરાણી કરનારા આરોપી નીરવ કનુભાઇ રાવળને SOG પોલીસે ઝડપી લીધો હતો. આરોપીને ભાવનગર લાવીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.
શું નોંધાઇ હતી આરોપી વિરુદ્ધ ફરિયાદ: ભાવનગરમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 2023માં મુંબઈમાં રહેતા નીરવ અને ભાવનગર રહેતા ફરિયાદીનો પુત્ર સાથે મળીને કોમ્પ્યુટર લે વેચનો વ્યવસાય કરતા હતા. ત્યારે ભોગ બનનાર યુવકે તેના ભાગીદારને કોમ્પ્યુટર મોકલી આપ્યા હોવા છતા આરોપી ભાગીદાર તેને ફોન અને મેસેજ કરીને 7 લાખની પઠાણી ઉઘરાણી કરતો હતો. જેથી માનસિક ત્રાસ અનુભવીને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાની પોલીસ ફરિયાદ યુવકના પિતાએ કરી હતી.
આ પણ વાંચો: