ETV Bharat / state

હવે તો ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે, નવસારીના આ ગામમાં દીપડાની દહેશત - Terror of the leopard

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીનું નાનું એવું મુનસાડ ગામ હાલ ભયના ઓથાર તળે છે, અને આ ભય છે ગામમાં અવાર-નવાર આવી ચડતા દીપડાનો, દીપડાની દહેશત આ ગામમાં એટલી હદે વ્યાપી ગઈ છે કે, લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ પોતાના ઘરની બહાર નીકળવામાં ડર અનુભવી રહ્યાં છે, શું છે આ ગામની સ્થિતિ અને લોકોની આપવીતિ જાણો વિસ્તારથી આ અહેવાલમાં... Terror of the leopard

નવસારીના આ ગામમાં દીપડાની દહેશત
નવસારીના આ ગામમાં દીપડાની દહેશત (Etv Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2024, 10:14 AM IST

નવસારીના આ ગામમાં દીપડાની દહેશત (Etv Bharat Gujarat)

નવસારી: નવસારી જિલ્લાના મુનસાડ ગામ સહિત આસપાસના ગામોમાં દીપડાની દહેશતે લોકોની રાતોની ઉંઘ ઉડાડી દીધી છે. લોકોના મનમાં એટલી હદ ભય પેસી ગયો છે કે, તેઓ પોતાના ઘરની બહાર રાતે તો ઠીક પરંતુ દિવસે નીકળતા પણ ફફડી ઉઠે છે. જેનું કારણ છે આ પંથકમાં સતત આટાફેરા કરતા શિકારી દીપડા.

મુનસાડ ગામમાં દીપડાની દહેશત: દીપડાનો ખૌફ એટલી હદે વધી આ ગામમાં વધી ગયો છે કે, લોકો પોતાના બાળકોને શાળાએ મોકલતા પણ ડર અનુભવી રહ્યાં છે. ખેડૂતો પણ હવે એકલા ખેતરે જતાં ધ્રુજી રહ્યાં છે. આ પંથકમાં સૌથી વધુ દીપડા હોવાની વાતો ખુદ વન નિષ્ણાંતો માનતા થયા છે. તેવામાં નવસારી તાલુકાના પૂર્ણા નદીના કાંઠા વિસ્તાર આસપાસના આવેલા ગામડાઓમાં દીપડાઓ દેખાવાની ઘટના સામાન્ય બની રહી છે. નદીની કોતર અને શેરડીના ખેતર દીપડાઓ માટે આશ્રયસ્થાન બની રહ્યા છે. જ્યારે ખેતરોમાં શિકાર માટે જંગલી ભૂંડ મળી રહેતા દીપડાને આ વિસ્તાર માફક ખુબ જ આવી રહ્યો છે.

શ્વાનનો શિકાર: બે દિવસ અગાઉ શાહુ ગામેથી એક અઢી વર્ષીય માદા દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ ગત મોડી રાતે મુનસાડ ગામના લીમડા ચોક ફળિયામાં ગામના ઉપસરપંચ ચેતન પટેલના આંગણે સુતેલા શ્વાનને નજીકના વાડી વિસ્તારમાંથી ધીમા પગલે આવેલા દીપડાએ શિકાર કર્યો હતો. આ ઘટનાના દ્રશ્યો અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. શ્વાનનો અવાજ સાંભળી ઘરની બારી પાસે સૂતેલા ચેતન પટેલના માતા જાગી જતા, તેમણે કોઈ પ્રાણીને શ્વાનને મોઢામાં લઈ જતા જોયું હતું. ઘટનાની જાણ પરિવારજનોને કરતા ચેતન પટેલ બહાર નીકળીને જોય, ત્યાં સુધીમાં દીપડો પોતાનો શિકાર લઈ નીકળી ગયો હતો. ઘરના આંગણામાં લાગેલા CCTV ચેક કરતા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાનુ જણાયું હતુ.

દીપડાએ વધાર્યુ ગામ લોકોનું ટેન્શન: આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. રાત્રિના 11 વાગ્યા આસપાસ જો દીપડો ઘર સુધી પહોંચી જતો હોય, તો દિવસે કે સાંજના સમયે પણ આવી શકે એવી ભીતિ ગ્રામજનોમાં વ્યાપી છે. બાળકો આંગણામાં રમતા હોય કે મહિલાઓ ઘરના વાડા કે કોઢાર કામ કરતી હોય એ સમયે જો અચાનક દીકરો આવે તો કેવી સ્થિતિ થાય એની ચિંતા લોકોને સતાવી રહી છે. બીજી તરફ ગામના મજૂરો પણ ખેતરે કે વાડીએ એકલા નહીં જાય, પરંતુ જૂથમાં જશે અથવા ખેડૂત હોય તો જ કામે આવશે એવી વાતો કરી રહ્યા છે. ત્યારે વન વિભાગ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવે અને દીપડો વહેલી તકે પાંજરે પુરાય એવી માંગ અને આશા લોકો સેવી રહ્યા છે.

"હાલ જે પ્રમાણે ગધરાત્રીએ દીપડાએ રહેણાંક વિસ્તારમાંથી આવીને સ્વાન નો શિકાર કર્યો છે જેને લઈને અમે અને અમારા બાળકો માટે સતત ચિંતિત છીએ કારણ કે અમારા વિસ્તારમાં વાડી અને ખેતરો હોવાના કારણે દીપડાઓ તેમાં છુપાઈ રહેતા હોય છે જેથી દિવસ દરમિયાન અમારા પર કે અમારા બાળકો પર તેઓ હુમલો કરે અને અમને નુકસાન પહોંચાડે તેવી અમને સતત બીક રહે છે જેથી અમે અને અમારા બાળકો દિવસ દરમિયાન પણ બહાર નીકળવા માટે ગભરાઈએ છીએ'- સેજલબેન, ગૃહિણી, મુનસાડ ગામ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર દીપડાએ જે પ્રમાણે સ્વાન તે ઘટનાના સીસીટીવી જોતા અને એ વિડીયો વાયુવેગે ગામમાં પ્રસરતા વાલીઓ દિવસ દરમિયાન પણ બાળકોને સ્કૂલમાં મોકલતા પહેલા વિચારતા થયા છે તો બીજી તરફ છે તો મજૂરો પણ ખેતરમાં કામ કરવા એકલદોકલ જવા તૈયાર નથી કારણકે ગમે ત્યારે દીપડો ખેતરોમાં છુપાઈ રહેતા હુમલો કરવાની ભીતિ તેઓને સિવાય રહી છે જેથી દીપડાને લઈને હાલ અમારા ગામમાં લોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે.

ગામના ઉપસરપંચ ચેતન પટેલે સમગ્ર ઘટના મુદ્દે નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના સુપા રેન્જના અધિકારીને ઘટનાની જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા આજે સાંજના સમયે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. એક મરઘાના મારણ સાથે પાંજરૂ ચેતનભાઇના ઘર સામેના વાડામાં ગોઠવવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, દીપડો ક્યારે આ પાંજરામાં પુરાય છે.

  1. સુરતના ચોર્યાસી ગામે દીપડાના આંટાફેરા, લાકોમાં ભયનો માહોલ - Leopard walk in the farm
  2. નવસારીના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ - navasari news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.