ETV Bharat / state

તાપીના લીંબી ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું - Tapi Songadh Limbi - TAPI SONGADH LIMBI

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ગામના ખેડૂત સુધીર વસાવાના ખેતરમાંથી એનિમલ ટીમના સભ્યોએ ભારે જહેમતથી અજગરનું રેસ્ક્યું કર્યુ હતું. Tapi Songadh Limbi 8 Feet Long Python Animal Team

તાપીના લીંબી ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 10:17 PM IST

તાપીના લીંબી ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું

તાપીઃ લીંબી ગામના ખેડૂત સુધીર વસાવાના ખેતરમાંથી 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું. એનિમલ ટીમને અજગર વિશે જાણ કરાતા તેઓ તાત્કાલિક ખેતરે પહોંચી ગયા હતા. તેમણે ભારે જહેમતથી અજગરને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મુક્યો હતો.

સમગ્ર ઘટનાક્રમઃ લીંબી ગામના ખેડૂત સુધીર વસાવા પોતાના ખેતરમાં કામ માટે જતા ત્યાં તેમને ખેતરમાં અજગર હોવાનું માલૂમ પડ્યું હતું. તેમણે સમય સૂચકતા વાપરીને એનિમલ ટીમને જાણ કરી હતી. એનિમલ ટીમે 10 કિલો વજન ધરાવતા અને 8 ફૂટ લાંબા અજગર નું રેસ્કયું કર્યુ હતું. વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને જંગલના અંતરિયાળ વિસ્તારમાં છોડી મુકાયો હતો.

વન વિભાગ એલર્ટઃ લીંબી ગામમાં નીકળેલા અજગરને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તાપી જિલ્લામાં અવાર નવાર આવા મોટા સાપ અને દીપડાઓ ખેતરમાં ફરતાં જોવા મળે છે. તેથી વન વિભાગ પણ તાપી જિલ્લામાં એલર્ટમોડ પર કામગીરી કરી રહ્યો છે. આજે પણ લીંબી ગામના ખેડૂત સુધીર વસાવાના ખેતરમાંથી 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું. એનિમલ ટીમને અજગર વિશે જાણ કરાતા તેઓ તાત્કાલિક ખેતરે પહોંચી ગયા હતા. તેમણે ભારે જહેમતથી અજગરને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મુક્યો હતો.

તાપી જિલ્લાના વન વિભાગના આર.એફ.ઓ અનિલ પ્રજાતિએ ટેલીફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે લીંબી ગામના ખેડૂત પોતાના ખેતર માં જતા હતા તે દરમિયાન તેમની નજર અજગર પર જતા તેમણે એનિમલ ટીમના સભ્યોને ઘટના સ્થળે બોલાવી લીધા હતા. અજગરનું સફળતા પૂર્વક રેસ્કયું કરાયું અને યોગ્ય માર્ગદર્શન હેઠળ જંગલના અંતરિયાળ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.

  1. Surat News : બારડોલીમાં ખેતરમાં ચરી રહેલી બકરીનું અજગરે દબોચી લેતા મોત, વળતરનું ફોર્મ ભરાયું
  2. Navsari Python Rescue : વાંસદાના શિંધય ગામમાં ઘૂસ્યો મહાકાય અજગર, ધારાસભ્ય અનંત પટેલે કર્યું રેસ્ક્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.