અમદાવાદ:SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન ક્રોસ કરી લીધો છે. ગત વર્ષ કરતા આ વર્ષે આ સિદ્ધિ 50 દિવસ પહેલા જ મેળવી લીધી છે. ગત વર્ષે 29 માર્ચ સુધીમાં 10 મિલિયન પેસેન્જર્સને સેવા પૂરી પાડવાની સિદ્ધિ મેળવી હતી જ્યારે આ નાણાંકીય વર્ષમાં 8 ફેબ્રુઆરીના રોજ આ સિદ્ધિ એરપોર્ટે મેળવી લીધી છે.
240થી વધુ ડેઈલી ફ્લાઈટ મૂવમેન્ટઃ SVPI એરપોર્ટ અત્યારે સરેરાશ 240થી વધુ દૈનિક ફ્લાઈટ મૂવમેન્ટની સુવિધા પૂરી પાડે છે. તેના 2 ટર્મિનલ દ્વારા 32,000 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર્સને પ્રવાસન સેવા પૂરી પાડે છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, G20, U20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સ સમયે પણ સેવા પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સૌથી વધુ ફ્લાઈટ મૂવમેન્ટનો રેકોર્ડઃ 20 નવેમ્બર 2023ના રોજ એસ્પોર્ટે 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.
સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતાઃ પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં SVPI એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા 3 વર્ષમાં ડોમેસ્ટિક ટર્મિનલના વિસ્તારમાં 9,000 ચોમી અને ઈન્ટરનેશનલ ટર્મિનલના વિસ્તારમાં 10,000 ચોમીનો વધારો થયો છે. આ વિસ્તરણમાં અનેક ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. હાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 42 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનને 7 એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે. જે પ્રવાસીઓને વ્યાપક કનેક્ટિવિટીના વિકલ્પો પૂરા પાડે છે.
SVPI એરપોર્ટ પર કરવામાં આવેલા ડેવલપમેન્ટ વર્ક્સઃ
- ઈન્ટરનેશનલ ટર્મિનલ પર FASTag એન્ટ્રી અને એક્ઝિટ
- ઈ-ગેટની સ્થાપના, સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા અને ડિજી યાત્રા પ્રવેશ
- વિસ્તૃત સુરક્ષા હોલ્ડ એરિયા અને બસ બોર્ડિંગ ગેટ
- ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા
- મલ્ટિ લેન સાથે હાઈફાઈ પિકઅપ અને ડ્રોપ-ઓફ પોઈન્ટ
- ટ્રાન્સપોર્ટેશન બુકિંગ ઝોન
- નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર
- આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા
- લેન્ડસાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્સ