ETV Bharat / state

સુરેન્દ્રનગર: પ્રેમ પ્રકરણમાં પરિવારનો માળો વિખેરાયો, પિતા-પુત્ર બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત - SURENDRANAGAR TRIPAL MURDER

ભાવેશ નામનો યુવક એક પરણીત મહિલા સાથે મૈત્રી કરારથી રહેતો હતો. તે વાતનું મન દુઃખ રાખીને પ્રેમિકાના ભાઈ, પૂર્વ પતિ અને કાકાજીએ હુમલો કર્યો.

પિતા-પુત્ર અને માતાની હત્યા
પિતા-પુત્ર અને માતાની હત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 5:48 PM IST

સુરેન્દ્રનગર: થાન તાલુકાના સરસાણા ગામની સીમમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈ અને તેના પૂર્વ પતિ સહિત ત્રણ લોકોએ છરી, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં બે મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમાં પિતા અને પુત્રનું અગાઉ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં હવે સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે.

મૈત્રી કરારમાં રહેતા યુવકના પરિવાર પર હુમલો
થાનના સરસાણા ગામની સીમ વાડીમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ભાવેશ નામનો યુવક એક પરણીત મહિલા સાથે મૈત્રી કરારથી રહેતો હતો. તે વાતનું મન દુઃખ રાખીને પ્રેમિકાના ભાઈ તેના પૂર્વ પતિ અને તેના કાકાજી સહિતના લોકો વાડી વિસ્તારમાં આવી અને છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ભાવેશનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા થાન અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના થાનમાં ત્રિપલ હત્યાનો બનાવ (ETV Bharat Gujarat)

પિતા-પુત્ર બાદ માતાનું પણ મોત
જ્યાં સારવાર દરમિયાન યુવકના પિતાનું મોત નીપજ્યું હતું. ભાવેશની માતા મંજુબેન અને તેની પ્રેમિકા સંગીતાને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા મંજુબેનનું પણ સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. ત્યારે આમ આ ડબલ હત્યાનો બનાવ ટ્રીપલ હત્યામાં ફેરવાયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

ત્રણ આરોપીઓની ધરપકડ
જેમાં ડીવાયએસપી તેમજ પીઆઇ, પીએસઆઇ સહીતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે દિનેશ સબળીયા, દિનેશભાઈ સાપરા, જેશાભાઈ સાપરા સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જમા તેઓની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ હોવાનું પૂછપરછ દરમિયાન ખુલવા પામ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. કચ્છના વાગડમાં એક જ રાતમાં 11 મંદિરમાં ચોરીનો બનાવ, તસ્કરો હાર, ત્રિશુળ, મુગટ સહિતના દાગીના લઈ ગયા
  2. વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટે લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું, ઘરકંકાશમાં પગલુ ભર્યાની ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.