ETV Bharat / state

હવે પરીક્ષામાં ચોરી કરી તો ગયા સમજો! VNSGUમાં પરીક્ષામાં ગેરરીતિ રોકવા લેવાયો મોટો નિર્ણય

VNSGUમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાશે તો તે વિદ્યાર્થી વિરૂદ્ધ MPECના નવા નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જાણો...

VNSGUમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થી વિરૂદ્ધ થશે કાર્યવાહી
VNSGUમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થી વિરૂદ્ધ થશે કાર્યવાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પરીક્ષામાં ગેરરીતિ કરતા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પકડાશે તો તેઓને બાકીની પરીક્ષા પણ આપવા દેવામાં આવશે નહીં. તે ઉપરાંત વિદ્યાર્થી કે વિદ્યાર્થીની વિરુદ્ધ MPECના નવા નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો થશે કાનૂની કાર્યવાહી: આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, 'જુલાઈમાં કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ નવા સ્ટેચ્યુટ જાહેર કરાયા હતા. જેમાં પરીક્ષામાં ગેરરિતી રોકવા માટે નવા MPEC એકટ બનાવી સજાની જોગવાઈ ચાર ગણી વધારી દેવાઈ હતી. જેનો અમલ નર્મદ યુનિવર્સિટીમાં બે મહિના પહેલા જ શરુ કરી દેવાયો હતો. જો કે પરીક્ષામાં સજાની જોગવાઈને લઈને યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તે મુજબ જો વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને આગામી પરીક્ષાઓ આપવા દેવામાં આવશે. પણ જો એજ વિદ્યાર્થી પરીક્ષામાં બીજી વખત ચોરી કરતા પકડાશે, તો તેને ત્યારબાદની કોઈ પણ પરીક્ષા આપવા દેવામાં આવશે નહી. તે ઉપરાંત MPECની સુનાવણી બાદ જ વિદ્યાર્થીએ દંડની રકમ ઓનલાઈન ભરવાની રહેશે. અને વિદ્યાર્થી જ્યાં સુધી દંડની રકમ નહી ભરે ત્યાં સુધી કોલેજ કે ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવશે નહી. અને ભવિષ્યમાં આ અંગે યુનિવર્સિટી દ્વારા કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.'

VNSGUમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થી વિરૂદ્ધ થશે કાર્યવાહી (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, નવા સ્ટેચ્યુટ પ્રમાણે વિદ્યાર્થી પરીક્ષામાં બીજી વખત ચોરી કરતા પકડાય તો શું કાર્યવાહી કરવી તે અંગે ઉલ્લેખ કરાયો નથી. જેને કારણે ગેરરિતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ માટે સજાની જોગવાઈ અંગે સ્પષ્ટીકરણ કર્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Etv Bharat Gujarat)

વિદ્યાર્થીઓનું આખુ વર્ષ બગડશે? વધુમાં તેમણે જણાવ્યું કે, કોલેજની પરીક્ષા દરમિયાન વધતા જતા ચોરીના કેસ અટકાવવા માટે સમયાંતરે નવા નિયમો જાહેર કરવામાં આવતા હોય છે. તેમાં સમયાંતરે સુધારા પણ કરવામાં આવતા હોવા છતાં ચોરીના કેસમાં ઘટાડો થતો નથી. જેના લીધે જ હવેથી ચોરી કરતા પહેલી વખત પકડાય તો તે જ પરીક્ષામાંથી ઘરે મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે. પરંતુ હવે તેમાં પણ સુધારો કરીને બાકીની તમામ પરીક્ષા નહીં આપવા દેવાનો નિયમ લાગુ કરવામાં આવતા ચોરી કરનાર વિધાર્થીએ આખુ વર્ષ બગડે તેવી સ્થિતી ઉભી થવાની છે. તેના કારણે પરીક્ષા દરમિયાન ચોરીના કેસમાં ઘટાડો થાય તેને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ દિવાળી પહેલા યોજાયેલી પરીક્ષામાં એક કોલેજમાંથી 4 વિદ્યાર્થીઓ પ્રથમ વખત ચોરી કરતા પકડાયા હતા. જોકે કોલેજ દ્વારા આ વિદ્યાર્થીઓને બાકીની તમામ પરીક્ષામાં બેસવા દેવાયા ન હતા. આ ઘટના યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા યુનિવર્સિટી દ્વારા કોલેજોને સામાન્ય નિયમોની જાણ માટે ગુજરાતી ભાષામાં પરિપત્ર કરી જાણ કરી છે. તેમજ વિદ્યાર્થીઓને પણ જાણ કરવા સુચના અપાઈ છે.

આ પણ વાંચો:

  1. જાણો કોને અને કેવી રીતે મળે છે નમો લક્ષ્મી યોજનાનો લાભ, 10 લાખ વિદ્યાર્થિનીઓને 138 કરોડથી વધુની સહાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.