ETV Bharat / state

Gandhi Smarak Ashram : આઝાદીની ચળવળની ઐતિહાસિક યાદો ધરાવતું ભીમરાડ, થઇ રહ્યું છે ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ

સુરત જિલ્લાનું ભીમરાડ ગામ ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. ભીમરાડમાં ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે 12 માર્ચ દાંડીકૂચના ઇતિહાસને વાગોળતાં આઝાદીની ચળવળની ઐતિહાસિક યાદો સાથે જોડાયેલ હકીકતો મમળાવીએ.

Gandhi Smarak Ashram : આઝાદીની ચળવળની ઐતિહાસિક યાદો ધરાવતું ભીમરાડ, થઇ રહ્યું છે ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ
Gandhi Smarak Ashram : આઝાદીની ચળવળની ઐતિહાસિક યાદો ધરાવતું ભીમરાડ, થઇ રહ્યું છે ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 6:47 PM IST

Updated : Mar 11, 2024, 7:06 PM IST

ઐતિહાસિક ક્ષણનું સાક્ષી ભીમરાડ

સુરત : સુરતથી 10 કિ.મીના અંતરે આવેલું ચોર્યાસી તાલુકાનું ભીમરાડ ગામ ગાંધીજીની દાંડીયાત્રાનો રસપ્રદ ઈતિહાસ ધરાવે છે. વર્ષ 1930માં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ ભીમરાડમાં સંબોધેલી જાહેરસભામાં 30000 વધુ નાગરિકો જોડાયા હતાં. એટલે જ સુરત જિલ્લાનું ભીમરાડ ગામ ઈતિહાસમાં અંકિત છે.

ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ : ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના આદર્શ મૂલ્યોને જાળવવા અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવાના હેતુસર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 13 કરોડના ખર્ચે ‘ ગાંધી સ્મારક આશ્રમ ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અંગ્રેજોએ લાદેલા મીઠાના કરની નાબૂદી માટે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી પ્રારંભાયેલી દાંડી યાત્રાની 6 એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. દાંડીથી પરત ફરી 9 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી સહિત અન્ય સત્યાગ્રહીઓએ સંબોધેલી સભાને આજે 94 વર્ષ પૂરા થયા છે. સમગ્ર કાંઠા વિસ્તાર ચોર્યાસી તાલુકા ગ્રામજનો અને શહેરીજનો યાત્રામાં જોડાયા હતાં. ભીમરાડ ખાતે મહાત્મા ગાંધીજી 9 એપ્રિલ ૧1930ના રોજ આવી પહોચ્યા હતાં. તે સમયે ગામના વડીલ પરભુદાદા આહીરે પોતાના સ્વહસ્તે બાપુને દૂધનો ગ્લાસ પીવડાવ્યો હતો...બળવંતભાઈ પટેલ (પ્રમુખ, ભીમરાડ ગાંધી સ્મારક સમિતિ )

પ્રોજેક્ટની વિશેષતાઓ : વધુમાં તેમણે કહ્યું કે, ‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવા ગાંધીજીના વિચારો આજે 21મી સદીના ત્રીજા દાયકામાં પણ એટલા જ સ્વીકૃત છે. જે કારણે ભીમરાડ ગામને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સાથે રાજ્ય સરકારે 13 કરોડની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે અને આગામી બે વર્ષમાં તે સાકારિત થશે. પ્રોજેક્ટની વિશેષતાઓ જણાવતા તેમણે કહ્યું કે, ગાંધી સ્મારક આશ્રમમાં ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને મલ્ટીપર્પઝ હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોટર્સ એક્સિવિટી ગ્રાઉન્ડ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટોયલેટ બ્લોક્સ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

બળવંતભાઈએ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ પામનારા ભીમરાડ પર્યટન સ્થળ માટે ગ્રામજનો વતી આભારની લાગણી વ્યકત કરતા કહ્યું કે, ભીમરાડ ગામના વિકાસ થકી સ્થાનિકો માટે નવીન રોજગારીની તકોનું સર્જન થશે. જેથી ગામના લોકોનું જીવનધોરણ પણ ઊચું આવશે.

આશ્રમના નિર્માણથી પ્રવાસીઓ ગાંધીજીના આદર્શોને જાણી શકશે : ભીમરાડની ઐતિહાસિક ધરતી પર ગાંધી સ્મારકનું નિર્માણ થઈ રહ્યું છે. આ આશ્રમના નિર્માણથી પ્રવાસીઓ ગાંધીજીના આદર્શોને જાણી શકશે. યુવાનો ગાંધી વિચાર અને સાદગીપુર્ણ જીવનની જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત, પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે જેથી સ્થાનિકોને રોજગારી સાથે દાંડીયાત્રાના પ્રવાસનસ્થળો વિષે લોકજાગૃત્તિ વધશે.

ગાંધી પરિવારના ડો.શિવાલક્ષ્મી ગાંધી સ્થાયી થયાં હતાં : ઐતિહાસિક ગામ ભીમરાડ ખાતે ગાંધીજીના પ્રપૌત્રવધૂ ડો.શિવાલક્ષ્મી ગાંધીએ અંતિમ શ્વાસ લીધા હતાં.ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધીના પુત્ર કનુભાઈ ગાંધીના પત્ની ડો.શિવાલક્ષ્મી ગાંધી 56 વર્ષ સુધી અમેરિકા રહ્યા હતાં, પરંતુ કનુભાઈ ગાંધીના અવસાન બાદ તેઓ સુરત આવી ગયા હતાં. મહાત્મા ગાંધીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા માટે સત્યાગ્રહ કરી જે ગામમાં હાથમાં મીઠુ ઉઠાવ્યું હતું, તેવા ઐતિહાસિક ભીમરાડમાં તેઓ છેલ્લા બે વર્ષથી સ્થાયી થયાં હતાં. જ્યાં ગામના બંળવતભાઈ પટેલ અને પરિવાર સહિત ગ્રામજનોએ શિવાલક્ષ્મી ગાંધીની પોતાના માતાની જેમ દેખરેખ રાખી સંભાળ લીધી હતી. જ્યાં 94 વર્ષની વયે તેઓ દેહાવસાન પામ્યા હતાં.

144 અખબારોમાં ઉલ્લેખ : અમેરિકાના 144 વર્તમાનપત્રોમાં ભીમરાડ ગામમાં થયેલા સત્યાગ્રહનો ઉલ્લેખ ચોર્યાસીના ભીમરાડ ગામ ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકુચનું સાક્ષી રહ્યું છે, વર્ષ 1930માં ભીમરાડ ગામમાં થયેલા સત્યાગ્રહનો ઉલ્લેખ અમેરિકાના 144 વર્તમાનપત્રોમાં પણ સચવાયેલો પડ્યો છે. આમ, જ્યાં આઝાદીની વાત થતી હોય ત્યાં સુરત જિલ્લાના દાંડી સાથે ભીમરાડનું નામ માનભેર લેવામાં આવે છે.

  1. કાશ્મીરના 150 વિદ્યાર્થીઓએ દાંડીની મુલાકાત લીધી, કેવા થયા અનુભવો?
  2. Dandi Yatra: આ દિવસે મહાત્મા ગાંધીએ 'દાંડી કૂચ' શરૂ કરી, જાણો ઈતિહાસ

Last Updated : Mar 11, 2024, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.