સુરતઃ જિલ્લાની જી.આઈ.ડી.સી માં અવાર નવાર આગની ઘટના બનતી હોય છે. ગઈકાલે મોડી રાત્રે માંગરોળ તાલુકાની 2 કંપનીમાં આગ લાગી હતી. માંગરોળના પાલોડ અને માંગરોળ GIDC વિસ્તારમાં આગ ઘટના સામે આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. કુલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. વિકરાળ આગની ઘટનાથી કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગ દુર્ઘટનાને પગલે ફાયર ઉપરાંત પોલીસ ટીમોએ પણ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી.
એક જ રાતમાં આગના 2 બનાવઃ મોડી રાત્રે નવાપુરા જી.આઈ.ડી.સી આવેલ કરુણાનિધિ ટેક્સ નામની ડાઈંગ મિલમાં આગ લાગી હતી. બોઇલરનો પાઇપ લીક થતા આગ લાગી હતી. જ્યારે વહેલી સવારે રામચંદ્ર દયા ભાઈ ફેબ પ્રા. લી. કંપનીમાં આગ લાગી હતી. ટેરેસ પર મૂકવામાં આવેલ સોલાર પેનલમાં કોઈક કારણસર આગ લાગી હતી. સોલાર પેનલમાં લાગેલ આગ ખૂબજ વિકરાળ હતી. જેને પગલે કંપનીમાં રહેલ માલ સમાન અને મશિનરી આગમાં સ્વાહા થઈ ગઈ હતી. આમ સુરત જિલ્લાની જી.આઈ.ડી.સી માં અવાર નવાર આગની ઘટના બનતી હોય છે. ગઈકાલે મોડી રાત્રે માંગરોળ તાલુકાની 2 કંપનીમાં આગ લાગી હતી. માંગરોળના પાલોડ અને માંગરોળ GIDC વિસ્તારમાં આગ ઘટના સામે આવી હતી.
સુરત સબ ફાયર ઓફિસર વિજય તંડલે જણાવ્યું હતું કે, આગ ખૂબજ વિકરાળ હોવાને કારણે પાલોદ, સુમિલોન, સુઝેન, એસ.એમ.સી સહિત 7 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. કુલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. વિકરાળ આગની ઘટનાથી કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગ દુર્ઘટનાને પગલે ફાયર ઉપરાંત પોલીસ ટીમોએ પણ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી.