ETV Bharat / state

સુરત રેલવે સ્ટેશન પર સોનાની દાણચોરી ! 10 કિલો સોના સાથે બે લોકો ઝડપાયા

સુરત રેલવે સ્ટેશન પરથી બે લોકો 10 કિલો જેટલા સોના સાથે ઝડપાયા છે. DRI ટીમે બે આરોપીની યોજના અસફળ બનાવી છે.

સુરત સોનાની દાણચોરી
સુરત સોનાની દાણચોરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 8:17 AM IST

સુરત : DRI વિભાગે સુરત રેલવે સ્ટેશન પરથી બે લોકોને 10 કિલો સોના સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયે બંને વ્યક્તિ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને બાદમાં અમદાવાદથી મુંબઈ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. તે દરમિયાન બંને આરોપીઓને DRI ટીમે સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા.

કરોડોનું સોનું ઝડપાયું : પ્રાપ્ત માહિતી અનુસાર બંને આરોપીઓ આ સોનું દુબઈથી લાવ્યા હોવાનું અનુમાન છે. આ સોનું અંદાજીત રૂપિયા 80 કરોડનું છે, તેવું માનવામાં આવી રહ્યું છે. વિદેશી દાણચોરી મારફત લેવાયેલું આ સોનું મુંબઈમાં કોને આપવા જતા હતા તે બાબતે હાલ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. બંને આરોપીઓ કેટલા સમયથી વિદેશી દાણચોરી કરે છે? ક્યાં રહે છે? સોનું માટે હવાલો કેવી રીતે પાડવામાં આવતો હતો, તેની તપાસ થઈ રહી છે.

સોનાની દાણચોરી ! 10 કિલો સોના સાથે બે લોકો ઝડપાયા (ETV Bharat Gujarat)

બે શખ્સ પકડાયા : જોકે, બાતમીના આધારે DRI ના અધિકારીઓએ વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને સુરતમાં અધિકારીઓને તાકીદ કર્યા હતા. જેના આધારે તમામ DRI ના અધિકારીઓ રેલવેમાં ચડી ગયા હતા અને રેલવે પોલીસ સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ પણ સુરત એરપોર્ટ ઉપરથી ઘણી વખત વિદેશી દાણચોરી મારફત લેવાયેલું આ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.

  1. રાજકોટના સોની વેપારી સાથે 2.56 કરોડની ઠગાઈ: આરોપીઓ થયા ફરાર
  2. રાજકોટમાં સોની વેપારીનો વિશ્વાસુ કારીગર 20 લાખનું સોનું લઈને છૂમંતર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.