સુરત: મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવર ડેટા ટ્રાન્સફર કરવા માટે અતિ મહત્વનું કામ કરતી અને ખુબ જ મોંઘી એવી SFP ચીપ તેમજ રાઉટર અને ટ્રાન્સમીટરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને સુરત જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. કામિલ રઝા નામનો મુખ્ય આરોપી આ ગેંગનો માસ્ટર માઈન્ડ હતો. તેની સાથે શિવસાગર નિસાદ, નીતેશ બઘેર તેમજ શશીકુમાર મહંતો પણ આ ગેંગના સભ્યો છે. ઝડપાયેલા ચારેય ઇસમો મોબાઈલ ટાવર મેન્ટેનન્સ તેમજ રીપેરીંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોબાઈલ ટાવરમાં વપરાતા તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા ઇસમો છે. સર્વિસના કામે આ ચારેય ઇસમો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આવતા જતા હોય છે. ચારેય ઇસમોએ ગુજરાત સિવાય હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 7થી વધુ રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો છે. ચોરી કર્યા બાદ માસ્ટર માઈન્ડ કામિલ દિલ્હી રહેતા અર્જુન પાલ નામના વ્યક્તિને કુરિયર મારફતે સામાન મોકલી આપતો હતો અને અર્જુનપાલ તેને કઈ રીતે અને કોને વેચતો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. અર્જુનપાલ UPI દ્વારા કમીલને દિલ્હીથી પૈસા મોકલતો હતો.
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/gj-surat-rural02-geng-gj10065_29072024140406_2907f_1722242046_1008.jpg)
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/gj-surat-rural02-geng-gj10065_29072024140406_2907f_1722242046_779.jpg)
જીલ્લા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ દિલ્હી ખાતે રહેતા અર્જુનપાલ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસને 1.41 કરોડથી વધુના મોબાઈલ ટાવરમાં વપરાતા ઉપકરણો મળી આવ્યા હતા. જેમાં એક ટ્રાન્સમીટર જેની કીમત 50 લાખથી વધુ છે. જયારે એક રાઉટર જેની કિંમત 20 લાખથી વધુ છે. તેમજ ચાર લાખથી વધુની કીમતની તેમજ અન્ય અલગ અલગ કિંમતની SPF ચિપનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે હાલ અર્જુનપાલ તેમજ અન્ય 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને આખા દેશભરના તમામ રાજ્યોમાં ક્યાં ક્યાં ચોરીની ઘટના બની છે તેની તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે, આ ચોરીની ઘટના હજુ પણ મોટી હોઈ શકે છે.
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/gj-surat-rural02-geng-gj10065_29072024140406_2907f_1722242046_404.jpg)