ETV Bharat / state

સુરતમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકોએ કરી ફરિયાદો, એસી ન હોવા છતાં અધધધ બિલ - Smart Electric Meter - SMART ELECTRIC METER

સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદ અને વિરોધ વચ્ચે પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી ગ્રાહકો બંને મીટરનું અંતર સમજી શકે. બીજી તરફ સ્માર્ટ મીટરના કારણે તોબા પોકારી ચૂકેલા વીજ ગ્રાહકોનો અંસતોષ સતત વધતો જઈ રહ્યો છે. Surat DGVCL Smart Electric Meter Too Many Complaints Big Amount in Bill

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 4:58 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલના બીજા સપ્તાહથી શહેરના પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કંપનીને પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો છે. દોઢ જ મહિનામાં 100થી વધુ ફરિયાદો સ્માર્ટ મીટર સામે આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની અને સરકારમાં ખળભળાટ મચી ગયો છે. પીપલોદ વિસ્તારમાં આવેલા ઈ.ડબ્લ્યુ.એસ. આવાસમાં રહેતા અને ઘરકામ, મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારોએ ડીજીવીસીએલની ઉમરા સબ ડિવિઝન કચેરીએ મોરચો માંડી સ્માર્ટ મીટર કાઢી ફરી સ્ટેટિક મીટર લગાવવાની માંગણી કરી હતી.

ગરીબ લોકોને હાલાકીઃ એક મહિના પહેલા જ પીપલોદ વિસ્તારમાં લગભગ 12 હજાર વીજ કનેકશનમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ હવે સ્માર્ટ મીટર કાઢી તેનાં સ્થાને ફરી સ્ટેટીક મીટર લગાવવાની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. પીપલોદના ઈ.ડબ્લ્યુ.એસ. આવાસમાં રહેતા રહીશોએ પીપલોદ ડિવિઝનના ઉમરા સબ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જયાં લોકોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, અમે સરકારે ફાળવેલા ગરીબ પરિવાર માટેના આવાસમાં રહીએ છે અને લોકોને ત્યાં મજુરી, ઘરકામ, ઝાડુ-પોતા કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છે.

રિચાર્જ ફરજિયાતઃ રહીશોએ જણાવ્યું હતું કે, પીપલોદના ઈ.ડબ્લ્યુ.એસ. આવાસમાં ગત 10 મેના રોજ સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન કર્મચારીઓએ મીટર જૂના થયા હોવાનું જણાવી સ્માર્ટ મીટર નાંખી દીધા હતા. અને તેમને યોગ્ય સમજણ ન આપીને સ્માર્ટ મીટર લગાવી દીધા હતા. તેમને માત્ર ફરજિયાત રિચાર્જ કરાવવું પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. આમ એક રીતે જોવા જઈએ તો વીજ કંપનીનાં કર્મચારીઓએ તેમની સાથે છેતરપીંડી કરી હોવાનાં આક્ષેપો પણ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉમરા સબ ડિવિઝન કચેરીમાં રજૂઆત અર્થે પહોંચેલા આવાસનાં રહીશોએ તાકીદે સ્માર્ટ મીટર કાઢી તેનાં સ્થાને ફરી સ્ટેટીક મીટર લગાવવાની માંગણી કરી હતી. જેની સામે વીજ કંપનીએ તમામ રહીશોને તેમના જૂના વપરાશ દર્શાવી સ્માર્ટ મીટર યોગ્ય હોવાનો બચાવ કર્યો હતો.

શું કહે છે વીજકંપની?: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રાહકની પરવાનગી વિના સ્માર્ટ મીટર લગાવાશે નહીં. ગ્રાહકોને જે પણ સમસ્યા થઈ રહી છે તે અંગે અમને તેમની સાથે સંવાદ કરી તેમને જણાવીશું કે જે વીજ વપરાશ છે તે તેમના ભૂતકાળના બિલમાં વપરાયેલ યુનિટના સમાન જ છે. તેમ છતાં લોકોને કોઈ સમસ્યા થાય તો અમારા અધિકારીઓ તેમની મદદ કરશે.

પરવાનગી વિના સ્માર્ટ મીટરઃ ડીજીવીસીએલના અધિકારીઓ કંઈક પણ કહે પરંતુ આશ્ચર્યજનક રીતે ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગરના 204 ફ્લેટમાં સોસાયટીના પ્રેસિડેન્ટ કે રહીશોની પરવાનગી વિના વીજ કંપની દ્વારા જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર ફીટ કરાવી દેવાયા હોવાની ફરિયાદ ઉઠી છે.

એસી ન હોવા છતાં અધધ બિલઃ વિશાલ સોલંકી નામક રહીશે ફરિયાદ કરી હતી કે, 2 મહિનાનું 1500 રુપિયા બિલ આવતું હતું. 6થી 15 મે સુધીમાં 900 રૂપિયાની વીજળી વપરાઈ ગઈ છે. મારા ઘરમાં એસી નથી છતાં આટલું બધું બિલ કેમ આવે છે. વળી, અમારી પરવાનગી વિના અમારા નિર્મળનગરમાં નવા સ્માર્ટ મીટર નાંખવામાં આવ્યા છે. અમારી સાથે ખોટું થયું છે. અમે જૂના મીટર ફરી લગાડવા માંગ કરી છે. ઉચ્ચ અધિકારીઓએ અમારી સમસ્યાનો ઉકેલ લાવી આપવા અઠવાડિયાનો સમય માંગ્યો છે.

  1. સ્માર્ટ મીટરથી વધુ વીજ વપરાશ મુદ્દે વ્યાપક વિરોધ, સરકારની વીજ કંપનીઓએ કર્યો મહત્ત્વનો ખુલાસો - SMART METERS
  2. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 300 રૂપિયા સુધીની ઉધારી મળશે, વીજ કનેક્શન પણ નહીં કપાઈ - Pre Paid Smart Meters

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.