સુરત: સાયબર ગઠિયાઓ દ્વારા હવે લોકોને બરબાદ કરવા માટે નવા નવા રસ્તાઓ શોધી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારે સુરત પોલીસે ગત 27 તારીખે દુબઈ સાથે સંકળાયેલ એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર જાદવને ચોક્કસ ખાનગી રીતે બાતમી મળી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, "બિંદેશ માદડીયા તેમજ અભિષેક છત્રભુજ જે તેઓના મળતીયાઓ સાથે મળી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી તેમની પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવે છે. ત્યારબાદ એકાઉન્ટ હોલ્ડર પાસેથી 10 હજાર લઈ એક લાખ રૂપિયા સુધી કમિશન ઉપર વાપરવા આપી એકાઉન્ટની કીટ મેળવી રહ્યા છે. આ એકાઉન્ટની કીટ દુબઈ ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઊભી કરી સાયબર ક્રાઇમ ગુનાઓ આચરતા તેમના મળતિયાઓને પહોંચાડી છેતરપિંડીની પ્રવૃત્તિ કરી રહ્યા છે."
પોલીસને વિગતો મળી: તમને જણાવી દઈએ કે, વધુમાં માહિતી મળતા પોલીસને જાણવા મળ્યું હતું કે, "બિંડેશ માદડીયા તેમજ અભિષેક છત્રભુજ એક ગ્રે કલરની ઇકો ગાડી લઈને ઓલપાડના સાયણ ફાટાથી તેના મળતિયા માણસો સાથે એકાઉન્ટ કીટ અને તેને લગતી અન્ય વસ્તુઓની આપ-લે કરવા ભેગા થઈ રહ્યા છે."
કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા: આ બાતમીના આધારે ઓલપાડ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. જનવતીય અનુસાર જગ્યા ઉપર ઈસમો આવતા જ તેઓને દબોચી લીધા લીધા હતા. તેઓની તપાસ કરવામાં આવતા તેઓ પાસેથી અલગ અલગ કંપનીના 27 મોબાઈલ, 190 સિમકાર્ડ, આઇફોન કંપનીનું આઇપેડ , ઇન્ડિયન બેન્કોની 11 કિટો, અલગ અલગ બેન્કોની 18 પાસબુક, 15 ક્રેડિટ કાર્ડ, 1 આધારકાર્ડ, 1 પાનકાર્ડ, ઇકો ગાડી મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડ માગતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
બન્ને ઇસમોને ઝડપી લીધા: તમને જણાવી દઈએ કે, આ સીમ કાર્ડ કોણે આપ્યા છે આ બાબતે પૂછપરછ કરતા ઝડપાયેલ ઈસમોએ સુરત શહેરમાં રહેતા પાર્થ રાજુ ચૌહાણ ઉર્ફે સુરો અને અરજણ પરમારએ 35 સિમકાર્ડ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હાલ આ બન્ને ઇસમોને ઝડપી લીધા છે અને સીમકાર્ડ ક્યાંથી કોના મારફતે લાવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલ આરોપીઓની તપાસ: ઝડપાયેલ આરોપીઓ સામાન્ય પ્રજાના એકાઉન્ટ ખોલાવી પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને એટીએમ કાર્ડ પાસબુક વગેરે ખોલાવી તમામ વસ્તુઓ ભોળવી લઈ દુબઈ ખાતે મોકલી આપતા હતા. ગેમ, ક્રીપ્ટોકરન્સી , USDT ના ટ્રાન્જેક્શનો કરી રોજ લાખો રૂપિયાના ટ્રાન્જેક્શનનો કરી તેની સામે ખાતાધારકોને નજીવી રકમ આપી દેતા હતા. આ આ લોકો ગેર કાયદેસર વ્યવહારો કરી ગુનાઓ આચરતા હતા.