સુરત : રાંદેર પોલીસના કબજામાં રહેલા બંને ચોર રાંદેર વિસ્તારમાં રેકી કરી એક મકાનમાંથી રોકડા રૂપિયા સોનાને ચાંદીના ઘરેણાઓ મળી કુલ 7.75 લાખ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. અંગે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે ફિલ્મી સીન સર્જાયા હતા. પોલીસ ચોરનો પીછો કરી રહી હતી અને બંને ચોરોની ધરપકડ કરી લીધી હતી.
કલ્પના સોસાયટીમાં ચોરી કરી :રાંદેર માં આવેલા કલ્પના સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપી બંને ચોર નાસી ગયા હતાં. પરિવારના લોકોને જ્યારે આ અંગે જાણ થઈ તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓની શોધખોળ કરવા માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસને શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો પોલીસે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે તે પોલીસથી બચવા માટે ભાગવા લાગ્યો હતો. પોલીસે એક કિલોમીટર સુધી આરોપીનો પીછો કરી તેની ધરપકડ કરી હતી.
પાંચ મિનિટ જ રિસ્પોન્સ ટાઈમ હતો પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, રાત્રે 3:30 વાગે કંટ્રોલરૂમમાં કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર અજાણ્ય ઈસમો અંદર ઘૂસી ગયા છે એ કોલનો તરત જ રિસ્પોન્સ આપવામાં આવ્યો. લગભગ પાંચ મિનિટ જ રિસ્પોન્સ ટાઈમ હતો. 3:35 રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી. ત્યાં ફરિયાદીને પૂછ્યું શું થયું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે ઉપર આવેલા તેમના બેડરૂમના બારીનો ગ્રીલ તોડી બે લોકો અંદર આવી ગયા હતા. તે લોકોએ ઘરની અંદરની અલમારી તોડી રોકડ રૂપિયા અને ઘરેણાની ચોરી કરી હતી. ચોરી કરી બંને ચોરો ત્યાંથી નાસી ગયા હતા.
પીસીઆરની અંદર તહેનાત ડી સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ કરાઈ ત્યારે પોલીસે જોયું કે બે ઈસમ હાથમાં થૈલી લઈ ભાગતો દેખાતા તેઓ તરત જ તેમની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું પાછળ દોડી ચોરને પકડી લીધો હતો. જ્યારે બીજા ઈસમની પાછળ અન્વય પોલીસકર્મી ગયો હતો. બંને આરોપીઓને પકડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે રસ્તામાં તેઓએ થેલી ફેંકી દીધી હતી. જેથી ડી સ્ટાફના માણસો ફરીથી ઘટના સ્થળે જઈ મુદ્દામાલ કબજે કર્યો હતો... અતુલ સોનારા ( પોલીસ ઇન્સ્પેક્ટર, રાંદેર પોલીસ મથક )
બંને આરોપી મહારાષ્ટ્રના વતની : આરોપી અંગે સોનારાએ જણાવ્યું હતું કે, સિકંદર અને શંકર કરીને બે આરોપીઓ છે. સિકંદર મહારાષ્ટ્ર ખાતે આવેલા ભિન્ડ વતની છે. આરોપીએ 50 થી 55 ઘરફોડ ચોરીને અંજામ આપ્યા છે. આરોપી ઘરફોડનો રીઢા ગુનેગાર છે. જ્યારે અન્ય આરોપી શંકર જાદવ મહારાષ્ટ્રના ભિન્ડની અંદર 20થી 25 જેટલા ચોરીના ગુના આચાર્ય છે. આ સિવાય ઔરંગાબાદની અંદર 15 ગુના એની વિરુદ્ધમાં દાખલ છે. સુરત ખાતે એક કલાક સુધી તેઓએ રેકી કરી હતી. આ લોકો રસોડાની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. આ લોકો ચોરી કરવા માટે સુરત આવ્યા હતાં.