ETV Bharat / state

નોનવેજ બનાવવાનું ના કહેનાર પત્નીની હત્યા કરનાર, પતિને સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી - SURAT MURDER CASE

2014માં સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા, ભરવાડ ફળિયા ખાતે રહેતા પતિએ નોનવેજ બનાવવાની ના પાડતા પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.

Etv Bharatનોનવેજ બનાવવાનું ના કહેનાર પત્નીની હત્યા
Etv Bharatનોનવેજ બનાવવાનું ના કહેનાર પત્નીની હત્યા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 7:58 PM IST

સુરત: સેશન્સ દ્વારા આજે એક પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2014માં સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા ભરવાડ ફળિયા ખાતે રહેતા પતિએ નોનવેજ બનાવવાની ના પાડતા પત્ની ને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. જેમાં સોમવારે તેને દોશી જાહેર કર્યા હતા અને ત્યારબાદ આજીવન કેદની સજા ફરમાવી હતી. હત્યા બાદ આરોપી વિડીયો ગેટરમાં સિનેમા પણ જોવા ગયો હતો.

શું છે સમગ્ર મામલો: વર્ષ 2014માં મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના રહેવાસી જશવંત રણછોડ અને તેમની પત્ની જ્યોતિ તેમજ એક બાળક સાથે સુરત રહેવા માટે આવ્યા હતા. તેઓ સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા ભરવાડ ફળિયામાં રહેતા હતા. ભાડામાં ના મકાનમાં તેઓ રહેતા હતા. 24 જુલાઈ વર્ષ 2014 ના રોજ યશવંત અને તેની પત્ની જ્યોતિ વચ્ચે ઝઘડો થયો હતો. રાત્રિના સમયે યશવંત નોનવેજ લઈને ઘરે આવ્યો હતો. તેજ દિવસે જ્યોતિએ નોનવેજ બનાવવાની ના પાડી હતી.

હત્યા બાદ સિનેમા પણ જોવા ગયો: જશવંત અને જ્યોતિ વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં રોસે ભરાયેલા જશવંતે જ્યોતિને નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ જશવંત પોતાના પાંચ વર્ષના દીકરા ક્રિષ્નાને લઇ ઘરના નજીક આવેલા એક મિત્રના ત્યાં સોંપીને બીજા મિત્રના ઘરે જતો રહ્યો હતો અને મિત્રને જણાવ્યું હતું કે, પત્નીને કંઈક થઈ ગયું છે અને એ જ મિત્રને બીજા દિવસે પોતાના ઘરે લઈ આવ્યો હતો. જ્યારે મિત્ર એ જોતીને બેભાન અવસ્થામાં જોયું ત્યારે તેને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી જેથી ગભરાઈ. પોલીસ તપાસમાં આવ્યું હતું કે, એ જ દિવસે જશવંત બોમ્બે કાલોની નજીક આવેલા વિડીયો ગેટરમાં સિનેમા પણ જોવા ગયો હતો.

આરોપીએ નજીવી બાબતે હત્યા કરી: આ સમગ્ર મામલે સરકારી વકીલ દિગંત તેવરે જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને કેસની ઇન્સાફી કાર્યવાહી સુરત સેશન કોર્ટમાં ચાલી રહી હતી. આરોપીએ નજીવી બાબતે હત્યા કરી અને હત્યા બાદ વિડીયો થિયેટર પણ ગયો હતો જેથી ખબર પડે છે કે તેને પોતાના અપરાધ પર કોઈ અફસોસ નથી જેથી કોર્ટ સામે કડક સજા ફટકારવા માટેની દલીલ કરવામાં આવી હતી અને કોટે આજીવન કેદની સજા કરી છે.

  1. પોરબંદરમાં દારૂડિયા પતિએ જ કરી પત્નીની ક્રૂર હત્યા - porbandar murder

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.