સુરત: શહેરના સિનેમા રોડ ખાતે આવેલા એક હોટલમાંથી અચાનક જ પ્લાસ્ટિક ફોમ બહાર નીકળતા લોકોને હાલાકી થઈ હતી. બે માળ સુધી આ ફોમ માત્ર 15 મિનિટમાં ફેલાઈ જતા લોકો દોડતા થયા હતા. મેટ્રોની કામગીરીના દરમિયાન આ સમસ્યા ઉદભવી હતી. ઘટનાની જાણ થતા મેટ્રો ટ્રેન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્લાસ્ટિક ફોમને હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ આવી જ ઘટના વરાછા વિસ્તારમાં પણ જોવા મળી હતી.
હોટલના માલિક અમરભાઈએ જણાવ્યું હતું કે, માત્ર 15 મિનિટમાં આ ઘટના બની હતી. આ ઘટના મેટ્રોના કારણે થઈ છે. આ ઘટનામાં ગટરનું જે સેન્ટ્રલાઈઝડ પાણી છે. એ કોઈ કેમિકલ નાખવાના કારણે ફીણવાળું પાણી બહાર નીકળ્યું છે. નીચેના બે માળ સુધી પાણી ભરાઈ ગયું છે. ઉપર અમારી સેન્ટ્રલાઈઝડ મીટર પેટી આવેલી છે. તે બચી ગયું છે. એને પણ ટચ થઈ જાય એવી સ્થિતિ છે. આ પાણી કોઈ સાધારણ પાણી નથી લાગતું એસિડની ફીલિંગ આવે છે. અત્યાર સુધી કોઈ પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. આખી બિલ્ડીંગ અસરગ્રસ્ત છે આશરે 100 થી 150 લોકો હશે.
કદાચ બોરવેલ અંગેની જાણકારી આપી નથી
મેટ્રો પ્રોજેક્ટના અધિકારી એકલાખે જણાવ્યું હતું કે, આ ઘટના શા માટે થઈ છે આમ તો અત્યારે અમે નહીં જણાવી શકીશું આ અંગેની જાણકારી અમારા એન્જિનિયર આપશે. મેટ્રો પ્રોજેક્ટ માટે અત્યારે માયનિંગ ચાલી રહ્યું છે. કેવી રીતે નીકળ્યું એ અંગેની તપાસ ચાલુ છે. કારણ કે અમારું ટીબીએમ આ સરફેશ એરિયા થી 25 મીટર નીચે છે. આ લોકોએ બોરવેલ કર્યું હશે તો જણાવ્યું ન હશે. મેટ્રોની કામગીરી પહેલા બોરવેલ અંગેની માહિતી મેળવવામાં આવે છે આ અંગે સુરત મહાનગરપાલિકાને જાણ પણ કરાય છે પરંતુ બની શકે કે બોરવેલ અંગેની માહિતી આપવામાં આવી ન હોય.