જૂનાગઢઃ કેરીની સીઝન હવે ધીમે ધીમે પુર બહારમાં જામી રહી છે. જો કે આ વર્ષે ગત વર્ષ કરતાં માત્ર કેસર જ નહિ પરંતુ દરેક પ્રકારની કેરીની આવક ઘટી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રતિદિન 10 કિલો કેરીના 20,000 જેટલા બોક્સની આવક થતી હતી જે આ વર્ષે માત્ર 10,000 બોક્સ જેટલી થઈ ગઈ છે. એટલે કે કેરીની આવકમાં 50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ 20 કિલો કેસર કેરીના નીચા 600 અને ઊંચા 2100 રુપિયા જેટલા ભાવ બોલાઈ રહ્યા છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 943 ક્વિન્ટલ જેટલી કેસર કેરીની આવક થઈ છે.
કેરીની સીઝન ટૂંકાગાળાની રહેવાની શક્યતાઃ સામાન્ય રીતે કેરીની સીઝન 3 મહિના જેટલી ચાલતી હોય છે. 15મી જૂન બાદ બજાર માંથી ધીમે ધીમે કેરીની વિદાય થતી હોય છે. જો કે આ વર્ષે કેરીની સિઝન એક મહિનો વહેલા પૂરી થાય તેવી શક્યતાઓ છે. કેરીના ઉતારામાં ઘટાડો, વાતાવરણની પ્રતિકૂળતા અને ફળ ધારણ થવાની પરિસ્થિતિમાં ખૂબ ઘટાડો નોંધાયો છે. તેથી કેરીની સીઝન મોડી શરૂ થઈ અને વહેલી પૂરી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આવક પ્રમાણે ભાવઃ જેમ જેમ બજારમાં કેરી આવતી જશે તેમ તેમ તેના નીચા અને ઊંચા બજાર ભાવોમાં ઘટાડો થશે. જો કે કેરીની આવક ઓછું હોવાને કારણે પ્રતિ 20 કિલોએ કેસર કેરીના બજાર ભાવમાં ગત વર્ષની સરખામણીએ કોઈ નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ નહિવત છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રતિદિન 10 કિલો કેરીના 20,000 જેટલા બોક્સની આવક થતી હતી જે આ વર્ષે માત્ર 10,000 બોક્સ જેટલી થઈ ગઈ છે. એટલે કે કેરીની આવકમાં 50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ 20 કિલો કેસર કેરીના નીચા 600 અને ઊંચા 2100 રુપિયા જેટલા ભાવ બોલાઈ રહ્યા છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 943 ક્વિન્ટલ જેટલી કેસર કેરીની આવક થઈ છે...હરેશ પટેલ(સચિવ, જૂનાગઢ એપીએમસી)