ETV Bharat / state

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ અને સટ્ટો રમાડતા 3 ઝડપાયા, આ રીતે ચલાવતા ગોરખધંધો - Online cricket betting exposed

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 10:48 AM IST

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મળેલી ફરીયાદના આધારે સટ્ટા રમાડનારાઓ દ્વારા ગેરકાયેદસર રીતે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ કરનાર ગેંગના ત્રણ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. Online cricket betting exposed

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો કરાયો પર્દાફાશ
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો કરાયો પર્દાફાશ (Etv Bharat gujarat)

અમદાવાદ: ક્રિકેટના સટ્ટા અંગે અનેકવાર વાતો સામે આવે છે પરંતુ અમદાવાદ સાયબર ક્રાઇમને મળેલ ફરીયાદના આધારે તપાસ કરવામાં આવી ત્યારે વિચિત્ર ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કરાયો હતો. સમગ્ર બાબતે ધ્યાન પડતા મહેસાણાના ઊંઝાથી લઇને કેનેડા અને ત્યારબાદ પાકિસ્તાન કનેક્શન સામે જોવા મળ્યું હતું. આ સટ્ટા રમાડનારાઓ દ્વારા ગેરકાયેદસર રીતે પુરુષોના ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ કરનાર ગેંગના ત્રણ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી.

કોપીરાઇટ કન્સલટન્ટે ફરિયાદ નોંધાવી: અમદાવાદ સાયબર ક્રાઇમે 12 જૂનના રોજ નિલેશ અનંત સાવંત નામના કોપીરાઇટ કન્સલટન્ટે નોંધાવેલી ફરીયાદ અનુસાર તે મહારાષ્ટ્રની યુનિક એન્ટી પાઇરસી સર્વિસીસ નામની ફર્મમાં ફરજ બજાવે છે. છેલ્લા 10 વર્ષથી સ્ટાર ઇન્ડિયા દ્વારા જે પ્રોગ્રામ પ્રસારીત કરવામાં આવે છે. તેનું કન્ટેન્ટ કોઇ પ્લેટફોર્મ દ્વારા ખોટી રીતે પોતાની વેબસાઇટ, એપ્લીકેશન, ઓટીટી દ્વારા બતાવતુ હોય અથવા તો ગેરકાયદેસર પ્રસારણ કરે છે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.

magicwin વેબસાઇટ પર પેઇડ કન્ટેન્ટનું પ્રસારણ: આ દરમિયાન તેઓની કંપનીના ધ્યાને આવ્યું કે, magicwin360.net, magicwin.biz, magicwin.games જે Disney + Hotstar ચેનલના સિગ્નલોનું અનઅધિકૃત હોસ્ટીંગ/સ્ટ્રીમીંગ છે. જેના અધિકારો સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસે છે. Magicwin એક એવી વેબસાઇટ છે. જે કોઇ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર (મોબાઇલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યૂટર) સાથે સુસંગત છે. આ એક પ્રકારનુ સેટઅપ છે. જેના થકી Magicwin નામની વેબસાઇટ પર કંપનીની પેઇડ કન્ટેન્ટનું પ્રસારણ કરે છે અને દર્શકોને મફતમાં જોવાની સુવિધા આપે છે.

પોલીસને પેલી કડી ઉંઝામાંથી મળી: પોલીસની તપાસમાં આ વેબસાઇટ દ્વારા ગેરકાયદેસર રીતે ભારત અને પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ વચ્ચેની મેચનું સ્ટ્રીમીંગ કરવામાં આવતું હતું. જેની તમામ વિગતો અને પુરાવા સાયબર ક્રાઇમને આપવામાં આવ્યાં હતા. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો અને ગુજરાતના સૌથી મોટા વિચિત્ર ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સાયબર ક્રાઇમની તપાસમાં પહેલી કડી ઉંઝાથી મળી આવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

  1. ખેડૂતો પાસેથી ટ્રેક્ટર પડાવતો ચીટર ઝડપાયો, પોલીસે 20 ટ્રેક્ટર રિકવર કર્યા, જાણો ભેજાબાજની મોડસ ઓપરેન્ડી - Gandhinagar Crime
  2. બૂમ ! વાંકાનેર પોલીસે કર્યો બોમ્બ બ્લાસ્ટ, જુઓ વીડિયો - Morbi News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.