ETV Bharat / state

GMERS કોલેજોમાં મેડિકલ કોર્ષની ફી ઘટાડવા માટે રાજ્ય સરકારના સંકેત - reduce medical course fees - REDUCE MEDICAL COURSE FEES

GMERS કોલેજોમાં ફી વધારા મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ફી ઘટાડવા અંગે પ્રવક્તા મંત્રીએ સંકેત આપ્યો છે. આગામી સમયમા ફી અંગે દરેક પક્ષને સાંભળીને સરકાર નિર્ણય લેશે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વાલી દ્વારા સરકારને રજૂઆતો મળી છે. નવી ફી અંગેની સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે તેવી ખાતરી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 8:36 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા નવાપત્રી દ્વારા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે. મેડિકલ કોલેજમાં ફી વધારાના મુદ્દે સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં વિદ્યાર્થી-વાલી મંડળ અને વિવિધ સંગઠનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નવી ફીની અમે જાહેરાત કરીશું. મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓના પરિવારજનો પણ આસ્વસ્થ રહે. સરકાર અનેકવિધ સ્કોલરશીપ યોજનાઓમાંથી તો ફાયદો કરી આપે છે પરંતુ, આજે સાડા પાંચ લાખની ફી કેમ કરી છે એનું જસ્ટિફિકેશન સાથે એમના જે પણ કોઈ સજેશન સામે જ કરી અને નવીન પરિપત્ર કરવામાં આવશે.

ફી વધારાનો વિરોધઃ જીએમઈઆરએસ સેમી ગવર્નમેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુના ઝીકાયેલા ભાવ વધારા સામે વિદ્યાર્થી સંગઠનો અને વાલી મંડળ દ્વારા આંદોલન શરૂ કરાયું છે. એનએસયુઆઈ (NSUI) અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફી મુદ્દે સમગ્ર રાજ્યની વિવિધ મેડિકલ કોલેજો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ફી વધારો પાછો ખેંચવા માટે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યું છે. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં જવું ન પડે તે માટે સરકારે 2010માં 13 જિલ્લામાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરી છે. ત્યારે ગત 28મી જૂને 13 મેડિકલ કોલેજોમાં રાતોરાત ફી વધારી દેવામાં આવી છે, તો આ ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

2 વર્ષ અગાઉ જાહેરાતઃ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે. અંદાજિત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજોની કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા એકાએક ઉલટો નિર્ણય લેવાયો છે. જીએમઈઆરએસ સેમિ ગવર્મેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુનો વધારો જીતી દેવાયો છે. જોકે થોડા દિવસ અગાઉ જ સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આ અંગેનો લાભ મળશે રાજ્ય સરકારે ખાનગી કોલેજમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવાશે તેવું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.

ઉગ્ર આંદોલનની ચીમકીઃ વિદ્યાર્થી અને વાલી સંગઠનો એ ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ જશે તેવો આક્ષેપ કર્યો છે. બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું છે તેને બદલે ઉપરવટ જઈને રાજ્ય સરકારે ઊલટો નિર્ણય કરી દીધાનો આક્ષેપ કર્યો છે. કેન્દ્ર સરકારે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની જાહેરાત કરી હતી પરંતુ વિદ્યાર્થીઓને કે પછી સંગઠનોને એવી ક્યાં ખબર હતી કે સરકારી મેડિકલ કોલેજોની જ ફી સરકાર વધારી દઈને ખાનગી મેડિકલ કોલેજોની ફી જેટલી જ કરી દઈને ઊંધો કાન પકડાવશે. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે હવે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓની ફી 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દેવાઇ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે સંગઠનના વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચાર કર્યો હતો. ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવા આવેદનપત્રમાં જણાવ્યું છે. અન્યથા ઉગ્ર આંદોલન કરતાં પણ સંગઠન અચકાશે નહીં.

  1. Gujarat Budget Session 2023: સરકારના પૈસે ડોકટરો બની ગ્રામીણક્ષેત્રમાં સેવા કરવામાં નનૈયો, 359 ડૉકટર હાજર ન થયા
  2. Gandhinagar News : રાજ્યમાં આરોગ્ય સુવિધા અંગે સમીક્ષા બેઠક, આરોગ્ય ક્ષેત્ર વિવિધ 21 મુદ્દા પર ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.