જૂનાગઢ: સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે 74 માં જન્મદિવસ પ્રસંગે સોમનાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોદી દ્વારા મહાદેવને મોકલવામાં આવેલા વસ્ત્રો અને યજ્ઞ સામગ્રી દ્વારા મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 74 કિલોના લાડુનો ભોગ ધરીને તેને દિવ્યાંગ ગૃહમાં વિતરણ કરીને વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.
સોમનાથ મંદિરમાં જન્મદિવસની ઉજવણી: સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74 મો જન્મદિવસ છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મોદીના જન્મદિવસની મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના પંડિતો અને ટ્રસ્ટીઓની સાથે ઋષિ કુમારો દ્વારા મહામૃત્યુંજય આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે મોદીનું આરોગ્ય સારું રહે તે માટે મહાપૂજાની સાથે પુરુષ સુતકના પાઠ પણ કરાયા હતા.
સોમનાથ મદિર ટ્રસ્ટ દ્વારા 74 કિલોનો લાડુ તૈયાર: આજે સોમનાથના ચેરમેન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિશેષ ગૌપૂજન પણ કરવામાં આવ્યો હતો. આજના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 75 કિલોના લાડુનો પ્રસાદ તૈયાર કરાયો હતો. જે મહાદેવને અર્પણ કરીને તેને પ્રસાદ રૂપે સોમનાથ નજીકના દિવ્યાંગ ગૃહમાં વિતરણ કરવાનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે.
જન્મદિવસે વિવિધ સેવાના કામો કરાયા: સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ ઉજવવાની સાથે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાના કામો પણ હાથ ધરાવા જઈ રહ્યા છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન 2000 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ પગ અને કેલીપર્સ નાખવામાં આવશે. સાથે સાથે 1000 જેટલા આંખોના ઓપરેશન કરીને પણ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે.
વિવિધ પ્રકલ્પોનું આયોજન કરાયું: 1000 બેરોજગારને રોજગારલક્ષી તાલીમ પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ આપવા જઈ રહ્યું છે. તેનું આયોજન પણ આજે મોદીના જન્મદિવસ નિમિત્તે કરાયું છે. તો વધુમાં 10000 જેટલા કુપોષિત બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૌષ્ટિક આહાર પૂરો પાડીને 365 દિવસ સુધી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અલગ પ્રકલ્પોમાં ઉજવણી કરવાનું આયોજન પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે.
આ પણ વાંચો: