ETV Bharat / state

ભાભર: જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ કરનાર શંકાસ્પેદનો સ્કેચ તૈયાર, માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયુ - Attempted molestation in bhabhar - ATTEMPTED MOLESTATION IN BHABHAR

ભાભર ખાતે જૈન સાધ્વી સાથે બનેલ ઘટનાને લઈને શંકાસ્પદનો સ્કેચ તૈયાર કરાયો છે, જેમાં આ ઈસમ વિશેની માહિતી આપનારને ભાભર પોલીસ દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ કરનાર શંકાસ્પેદનો સ્કેચ તૈયાર
જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ કરનાર શંકાસ્પેદનો સ્કેચ તૈયાર (Banaskantha Police)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 8:10 PM IST

ભાભર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાભર નગર જનોની મિટિંગ (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: તા.૧૯ ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજીના છેડતીના બનાવના પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે ભાભર પોલીસે શંકાસ્પદ ઈસમનો સ્કેચ તૈયાર કરાયો છે, જેમાં ઈસમને કોઈ ઓળખતા હોય કે ક્યાંય જોવા મળે તો ભાભર પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપવા ભાભર પોલીસ દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જોકે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, જ્યારે છેડતી કરનારને પકડવા માટે પોલીસની 11 ટીમો દ્વારા 100 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

ભાભર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાભર નગર જનો ની મિટિંગ રાખવામાં આવી હતી. ભાભરના દરેક સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાધ્વીજી સાથે જે છેડતી બાબત ની ઘટના બની હતી, તે ભાભર શહેર ના તમામ લોકો એ શખ્સ શબ્દોમાં વખોડી કાઢી હતી. આ મિટિંગ દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા દીયોદર ASP સહિત ભાભર PSI એન પી સોનારા ઉપસ્થિત રહ્યા હતા.

જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ કરનાર શંકાસ્પેદનો સ્કેચ તૈયાર
જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ કરનાર શંકાસ્પેદનો સ્કેચ તૈયાર (Banaskantha Police)

રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાભરમાં કલંકિત ઘટના બનતા જીલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે. ભાભર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા ગયા હતા ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીઓએ બુમાબુમ કરતા બંને શખ્સો નાસી છુટ્યા હતા બાદમાં સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાતની જાણ કરાતાં તાત્કાલિક જૈન સમાજ ના લોકો એકત્રિત થઈ ગયા હતા છેડતી ની ધટના વાયુવેગે શહેરમાં પ્રસરતાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

ભાભર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની પોલીસ ની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓ પકડવા માટે કામે લાગી ગયેલ હતી જેવી કે ભાભર લોકલ પોલીસ ટીમ. દિયોદર એ.એસ.પી કચેરી ની ટીમ બનાસકાંઠા એલ.સી.બી. બે ટીમો ડોગ સ્કવોડ. એ. સો. જી. ની ટીમ. એફેસલ. સાથ અલગ અલગ પોલીસ ટીમો એ તપાસ હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા સ્કેચ પણ જાહેર કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી કલંકરૂપ ઘટના ગણાવી હતી. ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેન દીકરી તો સલામત નથી પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી પોલીસને આરોપીને જલ્દી ઝડપી પાડવા માંગ કરી હતી.

તા.19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજીના છેડતીના બનાવના પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે તા.20 ઓગસ્ટની રાત્રે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકનુ આયોજન કરવામાં આવેલ જેમાં ભાભર નગરજનો,જૈન સમાજના અગ્રણીઓ સહિત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પોલીસ સ્ટાફ, સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહેલ બેઠકમાં આરોપીઓને ઝડપી પાડવા માંગ કરવામાં આવેલ જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સાધ્વીજીની છેડતી કરનાર ને જલ્દી ઝડપી પાડવામાં આવે આમા મારો ભાઈ હોય તો પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરે તેવી માંગ કરવામાં આવી હતી.

આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, એલ.સી.બી.,એસ.ઓ.જી. અને ડોગ સ્કોટ સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે. જલ્દીથી આરોપીઓને ઝડપી લેવામાં આવશે જેમાં પોલીસને લોકોએ પણ સાથ સહકાર આપવો આરોપીઓના પોલીસે સ્કેચ જાહેર કરેલ છે. ભાભરમાં તમામ સમાજનો એક જ સુર છે આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે.

આ પણ વાંચો:

  1. બનાસકાંઠામાં જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ, પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન - Attempted molestation in bhabhar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.