ETV Bharat / state

શ્રી મહુડી સંઘ ટ્ર્સ્ટમાં ચાલતી ગેરરીતિ અંગેની ફરિયાદો ચેરીટી કમિશ્નરને કરાઈ, 15થી વધુ મિલકતો-66 કિલો સોનુ-વિવિધ પત્રકોમાં કૌભાંડનો આક્ષેપ - Shri Mahudi Jain Sangh Trust - SHRI MAHUDI JAIN SANGH TRUST

આજે શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વે. મૂતિપૂજક સંઘ-ટ્રસ્ટના આજીવન મહેતા પરિવારના સભ્યો એ અમદાવાદમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટના કમલેશ મહેતા અને ભુપેન્દ્ર વોરા પર ગેરરીતિના આક્ષેપો કર્યા હતા. ટ્રસ્ટની 15થી વધુ મિલકતોની નોંધણી અને વિવિધ પત્રકોમાં નાણાંકીય ગરબડની રજૂઆત કરવામાં આવી હતી. Shri Mahudi Jain Shwe Mutipujak Sangh Trust

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 6:09 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદઃ મહુડી સંધ-ટ્રસ્ટ દ્રારા સંચાલિત મહુડી સંકુલમાં આવેલ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનું મંદિર દેશ વિદેશમાં ખુબ જ પ્રખ્યાત છે. જો કે આ ટ્ર્સ્ટમાં પણ ગેરરીતિ અને કૌભાંડોના આક્ષેપો થયા છે. ચેરિટી કમિશ્નર સુધી ફરિયાદ કરવામાં આવી છે. આ સંદર્ભે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્ર્સ્ટ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી છે.

નોટબંધી વખતે કમિશનઃ નોટબંધી સમય દરમ્યાન શ્રી મહુડી સંઘના જે તે સમયના વોરા-પરિવારના ભુપેન્દ્ર વોરા તથા કમલેશભાઈ મહેતાએ 20% કમિશન લઈ આર્થિક લાભ લઈ નાણાં બદલ્યા હતા. જેનુ કબુલાતનામું આ પ્રેસ કોન્ફરન્સમા રજુ કરવામાં આવ્યું. આ બાબતની યાચિકા અમદાવાદ સંયુકત ચેરીટી કમિશ્નર માં અરજી નં. 23/2024 અને હાલ કોર્ટમા પેન્ડિંગ છે. આર્દશ કો.ઓ.બેન્કના ચેરમેન મુકેશ મોદીએ લોકો સાથે છેતરપંડી કરેલ છે. આ સ્કેમના બરાબરના હિસ્સેદાર શ્રી મહુડી સંઘના શ્રી ભુપેન્દ્ર વોરા એ સ્કેમના નાણાંથી સોનુ ખરીદેલ છે. તેનું બીલ આ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. આની તપાસ હાલ સી.આઈ.ડી. ક્રાઈમ કરી રહી છે.

પત્રકોમાં ગરબડઃ શ્રી મહુડી સંઘ-ટ્રસ્ટમાં ચઢાવા બોલીના નાણાં શ્રઘ્ઘાળુઓ ટ્રસ્ટમાં જમાં કરાવે છે. આવા કોઈપણ નાણાં ટ્રસ્ટના ચોપડે લેવામાં અવતા નથી તથા તેનું કોઈ પત્રક બનાવવામાં આવતું નથી. આ સાથે શ્રી મહુડી સંઘ-ટ્રસ્ટ દાન-પેટીમાં મુકેલા નાણાંનું પણ કોઈ પત્રક નિભાવમાં આવતું નથી. આ ભંડાર પત્રકની ગેરરીતિઓ છુપાવવા માટે કમલેશ મહેતા તથા ભુપેન્દ્ર વોરા ભંડાર પત્રક બદલેલા છે. શ્રી મહુડી સંઘ-ટ્રસ્ટ ના દરેક પત્રકો જેવાકે સ્ટોક પત્રક, ભંડાળ પત્રક, ચડાવા બોલી પત્રક, ભગવાનના આભુક્ષણ પત્રક, ઘરમશાળા, ભોજનશાળાના સ્ટોક પત્રક વગેરે કમલેશ મહેતા તથા ભુપેન્દ્ર વોરા પાસે હતા. તેમને ગેરરીતિઓ છુપાવવા માટે સંઘના વાર્ષિક હિસાબો સંઘની સામાન્ય સભામાં પાસ કરાવ્યા વગર ઓડીટ કરાવેલ છે. આ સંદર્ભે મહેતા પરિવાર દ્વારા સ્પેશિયલ ઓડિટ કરાવા માટે યાચિકા અમદાવાદ સંયુકત ચેરીટી કમિશ્નરમાં અરજી નં. 33-એ 2023માં દાખલ કરેલ છે.

ભુપેન્દ્ર વોરાએ ટ્રસ્ટીઓ સાથે સ્ટ્રોંગરુમમાંથી 66 કિલો સોનુ બાહાર કાઢેલ છે. તે બાબતનો પુરાવો રજુ કરેલ છે. હાલમાં આ સોનું કયાં છે કોની પાસે છે. તે બાબત ની તપાસ કરવા માટે અમે મુખ્યપ્રધાનને રજૂઆત કરેલ છે...અંકિત મહેતા(સભ્ય, શ્રી મહુડી સંઘ-ટ્રસ્ટ)

મહુડી ટ્રસ્ટના નાણાંમાંથી બીનજરુરી મારબલ, ગ્રનાઈટ, લોખંડના સળીયા વિગેરે ન ખરીદી કરી શ્રધ્ધાળુઓના નાણાને વ્યર્થ કરેલ છે. હાલમાં આ ખરીદ કરેલ વસ્તુઓ સડી ગયેલ અને કેટલીક ચોરાઈ ગયેલ છે. છતાં પણ હાલ અવી બીનજરુરી ખરીદી ચાલુ છે. જેનાથી અંગત લાભ લેવાનું ચાલુ છે...જયેશ મહેતાઅંકિત મહેતા(સભ્ય, શ્રી મહુડી સંઘ-ટ્રસ્ટ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.