વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના નગર ગામ જ્યાં વર્ષો પહેલા મધુબન ડેમ બન્યા બાદ અનેક લોકોનું સ્થળાંતર કરાયું હતું જોકે મધુબન ડેમ બન્યા બાદ જ્યાં પાણી રોકી રાખવામાં આવ્યું છે ત્યાં પાણી વચ્ચે ઘેરાયેલા એક નાનકડા ડુંગર ઉપર નગર ગામનું એક ફળિયું શીંગ ડુંગરી હયાત છે જ્યાં જવા માટે હોડી સિવાય આજે પણ કોઈ વિકલ્પ નથી..અહીં વિકાસ પહોંચ્યો જ નથી
ફળિયાની ફરતે પાણી હોવાથી આવાગમન માટે મુશ્કેલી: શીંગ ડુંગરીની ફરતે મધુબન ડેમનું પાણી હોવાથી ત્યાં પહોંચવા માટે હોડી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સાજા-માંદા હોય તેવી સ્થિતિમાં પણ લોકોએ હોડીમાં બેસીને એક પારથી બીજે પાર એટલે કે શીંગ ડુંગરીની સામે પાર દાદરા અને નગર હવેલીના વાઘચૌડા ઓવારા ઉપર જવું પડે છે. ત્યાંથી જ તેઓ બજાર કે અન્ય સ્થળે આવી જઈ શકે છે.
ચોમાસા દરમ્યાન અહીંના લોકોની હાલત દયનીય: ચોમાસા દરમિયાન શીંગ ડુંગરી ફળિયાના લોકોને આવાગમન માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની પાછળનું કારણ છે કે એક તરફ વરસાદ વરસતો હોય છે અને બીજી તરફ પવન પણ ફૂંકાતો હોય છે એવા સમયમાં આ પારથી પેલે પાર જવા માટે હોડી એક માત્ર વિકલ્પ છે અને એવા સમયે વધુ વરસાદમાં લોકો નીકળી શકતા નથી.
શિક્ષકોએે પણ હોડીમાં બેસીને આવવું પડે છે: નગર ગામના શીંગ ડુંગરી ફળિયામાં વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતી ધોરણ 1 થી 4 સુધીની પ્રાથમિક શાળા પણ છે, જ્યાં અનેક બાળકો અભ્યાસ કરવા આવે છે અહીં અભ્યાસ કરાવવા અર્થે આવનારા શિક્ષકોને પણ હોડીમાં બેસીને આવવું પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે, અહીં બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને લોકોની મુશ્કેલી દૂર થાય.
મતદાન કેન્દ્ર શીંગ ડુંગરીમાં આપવા લોકની માંગ: નગર ગામના શીંગ ડુંગરી ફળિયામાં અઢીસોથી વધુ ઘરો આવેલા છે જ્યાં અંદાજિત 300 ની આસપાસ મતદારો છે, જેમાં કેટલાક વૃદ્ધ મતદારો પણ છે. આ તમામ લોકોને ચૂંટણી દરમિયાન હોડીમાં બેસી મતદાન કરવા અન્ય સ્કૂલમાં નગર ગામમાં જવું પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે વૃદ્ધોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પંચાયત હસ્તકની શીંગ ડુંગરીમાં આવેલી શાળામાં જ મતદાન કેન્દ્ર બનાવવામાં આવે તો લોકોની મોટી મુશ્કેલી દૂર થાય એમ છે.
હોડી અને માછીમારી પર નભે છે લોકો: સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીંના દરેક ઘરના લોકો પાસે એક હોડી આવશ્યક છે. જો હોડી ન હોય તો તેઓ કંઈ પણ કરી શકતા નથી જેથી દરેક ઘરે જેમ એક મોટરકાર હોય છે તેમ અહીં દરેક ઘરે એક હોડી છે અને અહીંના સ્થાનિક યુવાનો આ શિકારા બોટ જેવી શ્રીનગરની ગણાતી બોટમાં પર્યટન અર્થે આવતા લોકોને એકાદ કલાક પાણીમાં રાઉન્ડ મરાવી રોજી રોટી મેળવતા હોય છે સાથે જ કેટલાક લોકો માછીમારી કરી પણ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
આવાગમન માટે હોડી એક માત્ર વિકલ્પ: નગર ગામના શીંગ ડુંગરી ફળિયામાં આવા ગમન માટે અન્ય કોઈ માર્ગ નથી એકમાત્ર હોડીનો સહારો છે. સ્થાનિકોની માંગ છે કે અહીં બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને લોકોની મોટાભાગની સમસ્યાઓનો અંત આવે સાથે જ ફળિયામાં અન્ય વિકાસના કામો પણ થઈ શકે. આમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નગર ગામના એક માત્ર ફળિયા શીંગ ડુંગરીમાં આજે પણ વિકાસ પહોંચ્યો નથી.
- કચ્છના ડુંગરાણી વાંઢ ગામમાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો, કૂવામાંથી સીંચીને લોકો મેળવે છે પાણી - water shortage
- દ્વારકામાં આગને કારણે એક જ પરિવારના ચાર લોકોના શ્વાસ રૂંધાવાથી મોત - Dwarka Fire Four People Died
બાઈટ 1 કાશીભાઈ (સ્થાનિક રહીશ સિંગ ડુંગરી ફળિયા)
સ્ટોરી એપ્રુવ બાય પરેશ સર